બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / જમતા-જમતા મોબાઇલની ટેવ એટલે અનેક બીમારીઓને વણનોતર્યું આમંત્રણ, આ રીતે લત છોડાવો

હેલ્થ / જમતા-જમતા મોબાઇલની ટેવ એટલે અનેક બીમારીઓને વણનોતર્યું આમંત્રણ, આ રીતે લત છોડાવો

Last Updated: 03:49 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોબાઈલ ફોન આપણા બધાના જીવનનું એક અભિન્ન અંગ જેવુ બની ગયું છે. માત્ર વડીલો જ નહીં પણ બાળકોને પણ મોબાઈલની આદત પડી ગઈ છે. મોટા ભાગના બાળકો જતી વખતે મોબાઈલ જોવાનો આગ્રહ રાખતા હોય છે તો આ આદત ઘણી બિમારીઓને નોતરે છે.

આજકાલ મોટાભાગના બાળકો જમતી વખતે મોબાઈલ જોવાની જીદ કરે છે, અને મોબાઈલ આપો તો જ તેઓ જમતા હોય છે ત્યારે આ આદત ધીમે ધીમે ટેવમાં પરિણમે છે અને આ કુટેવના લીધે તેઓ મોબાઈલ જોવાના ચકકરમાં ક્યાંક તો ઓવર ઇટિંગ કરે છે અથવા અંડર ઇટિંગ કરે છે એટલે કે કાં તો ભૂખથી વધુ ખાઈ લે છે કાં ઓછું. બાળકોની આ આદત ઘણી બીમારી લાવે છે ચાલો જાણીએ.

પાચનની તકલીફ

બાળરોગ નિષ્ણાત કહે છે કે બાળક ફોન જોતી વખતે વધુ ખાય છે અથવા ઓછું ખાય છે. તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે. જે પાચનતંત્રને બગાડી શકે છે. ફોન જોઈને બાળકોની આંખોને નુકસાન થવાનો પણ ખતરો રહે છે. બાળકોની આંખો થાકી શકે છે, જેના કારણે આંખોની સમસ્યા થઈ શકે

તણાવ અને ચિંતા

બાળક ફોન જોતી વખતે યોગ્ય રીતે ખાતું નથી. જેના કારણે શરીરને પોષણ મળતું નથી અને હોર્મોનનું સ્તર બગડી શકે છે. જે ખરાબ માનસિક સ્વાસ્થ્યનું કારણ બની શકે છે.

બાળકનો નબળો વિકાસ

ફોન જોઈને બાળકને ખાવાનું મન થતું નથી અને તેના શરીરમાં પોષણની ઉણપ થવા લાગે છે. બાળકનું વજન અને ઉંચાઈ વધતી નથી. યોગ્ય વિકાસના અભાવે ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ફોન જોવાથી બાળકોના સામાજિક કૌશલ્યોને અસર થઈ શકે છે, જે વિકાસલક્ષી સમસ્યાઓ તરફ દોરી શકે છે.

વધુ વાંચો: શરદી-ઉધરસથી બચવા અપનાવો આ ઘરેલુ ઉપાય, ભૂલથી પણ આ સંકેતોને ઇગ્નોર ન કરતા

ફોનની ટેવને કેવી રીતે છોડાવશો?

  • ધીમે-ધીમે માતા પિતા બાળકને જયંતી વખતે ફોન ના આપવાનો પ્રયાસ કરો.
  • બાળકને ફોનનો ઉપયોગથી થતાં સ્વાસ્થ્યને નુકસાન વિશે વાત કરો
  • બાળકને પોતાના હાથથી ખવડાવો
  • તમારા બાળકનું કાઉન્સેલિંગ પણ કરાવી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Issue Child health Mobile Habit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ