ભારતીય બાળકોને કોરોના વેક્સીન મળવામાં થોડી વધારે રાહ જોવી પડે તેમ છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ એક કાર્યક્રમમાં કહ્યું કે વેક્સીન આવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગી શકે છે અને સાથે જ તેઓએ કહ્યું કે શક્ય છે કે બાળકોને વેક્સીન સૌથી છેલ્લે આપવામાં આવે. કારણ કે તેમને કોરોનાનો ખતરો ઓછો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોરોના વેક્સીનને લઈને પૂનાવાલાનું નિવેદન
વેક્સીન આવવામાં લાગી શકે છે 3-4 મહિનાનો સમય
બાળકોને સૌથી છેલ્લે આપવામાં આવી શકે છે વેક્સીન
એપ્રિલ 2021 સુધી મળી શકે છે કોરોના વેક્સીન
તેઓએ કહ્યું કે 2021ના ફેબ્રુઆરી મહિના સુધી વેક્સીન આવવાની શક્યતા છે. સૌ પહેલાં હેલ્થ વર્ક્સ અને મોટી ઉંમરનાને વેક્સીન અપાશે. એપ્રિલ મહિનાથી આ સામાન્ય લોકોને આપવાનું શરૂ કરાશે. પૂનાવાલાએ વેક્સીનની કિંમતને લઈને કહ્યું કે તેની સૌથી વધુ કિંમત 1000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેઓએ કહ્યું કે વેક્સીનની કિંમત સામાન્ય લોકોને પોસાય તેવી રખાશે.
250 મિલિયન ડોલરનું કરાયું છે રોકાણ
પૂનાવાલાએ વેક્સીનને લઈને કહ્યું કે લગભગ 250 મિલિયન ડોલરનું રોકાણ કરાયુ છે. તેઓએ કહ્યું કે મારી પાસે અન્ય કોઈ વિકલ્પ નથી, મે આ નિર્ણય ન લીધો હોત તો કદાચ આપણે 6 મહિના પાછળ રહી જતા.
સ્ટોક થઈ ચૂક્યા છે 4 કરોડ વેક્સીનના ડોઝ
ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા વેક્સીનનો ડોઝ તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે 4 કરોડ ડોઝ તૈયાર કર્યા છે. તેનો ઉપયોગ ભારત માટે થશે કે દુનિયાભરમાં તેનો ઉલ્લેખ કરાયો નથી, વેક્સીન સ્ટોક કરવાની મંજૂરી મળ્યા બાદ કોરોના વેક્સીનના 4 કરોડ ડોઝનું ઉત્પાદન કરાયું છે.