બ્રેકિંગ ન્યુઝ
VTV / Extra / Technology / તમારા કામનું / શું તમારા બાળકને મોબાઈલની લત લાગી ગઈ છે? UNએ જાહેર કરી ખતરારૂપ ચેતવણી
Last Updated: 06:47 PM, 4 August 2024
ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ બાળકોના શિક્ષણ પર નકારાત્મક અસર કરે છે, છતાં પ્રત્યેક ચારમાંથી માત્ર એક દેશ એવો છે જેણે શાળાઓમાં સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મૂક્યો છે. ખાસ કરીને ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ (GEM) રિપોર્ટમાં આ વાત પર જોર આપવામાં આવ્યુ છે કે જો તમે બાળકોની આસપાસ મોબાઈલ ફોન રાખો છો, તો તેનાથી તેનું ધ્યાન ફટકે છે અને તેની અસર તેના ભણતર પર થાય છે.
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ જાણકારી હોવા છતાં 25% થી ઓછા દેશોએ શૈક્ષણિક સેટિંગ્સમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ બાળકોના શૈક્ષણિક પ્રદર્શનને અસર કરે છે.
ADVERTISEMENT
ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં સમય લાગે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન હોય કે કોમ્પ્યુટર, બાળકોનું ધ્યાન વિચલિત થઈ શકે છે અને આવી સ્થિતિમાં સ્કૂલ કે ઘરમાં તેમના ભણતરનું વાતાવરણ પ્રભાવિત થાય છે. સંશોધન બતાવે છે કે એકવાર કોઈ વિદ્યાર્થી ટેક્નોલોજીને કારણે વિચલિત થઈ જાય છે, તેને ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવામાં 20 મિનિટ લાગી શકે છે.
ટેકનો ઉપયોગ માત્ર શિક્ષણ માટે જ થવો જોઈએ
રિપોર્ટ અનુસાર, શિક્ષકોને વર્ગખંડમાં ટેક્નોલોજીના ઉપયોગને લગતા મોટા પડકારોનો સામનો કરવો પડે છે. ઉદાહરણ તરીકે, જ્યારે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા વગેરે જેવી બિન-શૈક્ષણિક વેબસાઇટ્સનો ઉપયોગ કરે છે, ત્યારે વર્ગખંડમાં ઘોંઘાટ થાય છે.
યુએન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ક્લાસરૂમમાં ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર શિક્ષણ માટે જ થવો જોઈએ. તેમણે કહ્યું કે સમૃદ્ધ દેશોમાં વર્ગખંડ અને શિક્ષણ વ્યવસ્થા બદલાઈ ગઈ છે. સ્ક્રીને કાગળનું સ્થાન લીધું અને પેનનું સ્થાન કીબોર્ડ લીધું.
કોરોના વાયરસને કારણે વિશ્વભરની શિક્ષણ પ્રણાલી રાતોરાત બદલાઈ ગઈ અને સમગ્ર સિસ્ટમ ઓનલાઈન થઈ ગઈ, પરંતુ ડેટા દર્શાવે છે કે આનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર થાય છે અને ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે તેમનું શૈક્ષણિક પ્રદર્શન બગડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.