બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારે બાળકને મોબાઈલની લત છોડાવી છે? બતાવી દો આ વિડિયો, ફોનને અડતા પણ ડરશે
Last Updated: 11:49 PM, 11 September 2024
યુપીના બદાયુંના HP ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકોએ બાળકોને મોબાઇલથી દૂર રાખવા માટે એક જાગૃતતા યોજના બનાવી છે. એક વિડિઓમાં એક ટીચર પોતાની આંખો પર પટ્ટી બાંધીને રડતી દેખાય છે. જ્યારે વિદ્યાર્થીઓ પૂછે છે કે તે કેમ રડી રહી છે, ત્યારે ટીચર કહે છે કે વધુ મોબાઇલ જોવા કારણે તેની આંખોમાંથી લોહી આવી રહ્યું છે. આ વાત સાંભળીને વિદ્યાર્થીઓ ડરી જાય છે. બાદમાં ટીચર વિદ્યાર્થીઓને મોબાઇલ આપવા પ્રયાસ કરે છે પરંતુ વિદ્યાર્થીઓ તે લેતા નથી.
ADVERTISEMENT
બાળકો સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર થઇ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર નિર્ભર થતા જાય છે
મોટાભાગના બાળકો લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને મોબાઇલ ચલાવતા હોય છે. અને માતાપિતા પણ ઘણીવાર બાળકોને શાંતિથી મોબાઇલ આપે છે જેથી તેઓ પોતાના કામ કરી શકે. પરંતુ આ જ અદતોને કારણે બાળકો સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર થાય છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર નિર્ભર બની જાય છે.
ADVERTISEMENT
બાળકો મોબાઇલની લતમાં ખુબજ ખરાબ રીતે ફસાઇ રહ્યા છે
મોબાઇલ, લેપટોપ અને અન્ય નવા ગેજેટ્સ લોકોમાં લત ઉત્પન્ન કરી રહ્યા છે, અને ખાસ કરીને બાળકો સૌથી વધુ આની લતમાં ફસાઈ રહ્યા છે. કલાકો સુધી મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ કરવો, અને રાતે મોડા સુધી બેડમાં મોબાઇલ જોવું તમારા શરીરને અંદરથી બિમાર કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલમાં સતત બાળકોમાં સરવાયકલ પેન (ગળામાં દુખાવો)ની સમસ્યા જોવા મળી રહી છે.
નાની ઉંમરમાં બીમારીઓની શરૂઆત
જે બીમારીઓ 50 થી 55 વર્ષની ઉંમરમાં શરૂ થતી હતી, તે હવે 13 થી 20 વર્ષના બાળકોમાં જોવા મળે છે. બાળકો ઘણી વાર એક જ સ્થિતિમાં કલાકો સુધી બેસીને મોબાઇલ ચલાવે છે. માતાપિતા પોતાનો કામ કરવા માટે બાળકોને મોબાઇલ આપે છે, તેવું વિચારતા હોય છે કે હવે બાળકો તેમને તંગ નહીં કરે. પરંતુ માતાપિતાની આ આદતોને કારણે બાળકો સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર થઈને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પર નિર્ભર બની રહ્યા છે.
બાળકોમાં મોબાઇલનો ઉપયોગ કેવી રીતે મર્યાદીત કરી શકાય તે હવે કોઇ નાનો પ્રશ્ન નથી રહ્યો પરંતુ ખુબજ વિકટ પ્રશ્વ બનતો જઇ રહ્યો છે.
बच्चों से मोबाइल की लत छुड़वानी है तो ये दिखा दें ये वीडियो..!
— Vikash Mohta (@VikashMohta_IND) September 11, 2024
यूपी के बदायूं के HP इंटरनेशनल स्कूल की टीचर्स ने बच्चों को मोबाइल से दूर करने के लिए एक अवेयरनेस प्लान बनाया है। वीडियो में एक टीचर आंखो पर पट्टी बांधकर रोती नज़र आती है। टीचर के पूछने पर कहती है कि ज्यादा मोबाइल… pic.twitter.com/4XrNZXWR2a
આ પણ વાંચોઃ તમને હાર્ટ એટેક ક્યારે આવશે? જાણવા માટે કરાવી લો એક ટેસ્ટ, જીવનું જોખમ ઘટશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.