બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / child insurance plan are you also going to take this plan know what to keep in mind

કામની વાત / તમારા બાળક માટે ઈન્શ્યોરન્સ પ્લાન લેવા જઈ રહ્યાં છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો, નહીંતર પસ્તાશો

Noor

Last Updated: 09:28 AM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બદલાતા સમયમાં ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાનનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. પેરેન્ટ્સ બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે લોકો ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લઈ રહ્યાં છે. ચાલો જાણીએ.

  • ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે
  • બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે લોકો ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લઈ રહ્યાં છે
  • ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ લેવામાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ લેવામાં લોકો કેટલીક ભૂલો કરે છે જેના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાં પેરેન્ટ્સ પોતાના બાળકોના હાયર એજ્યુકેશન માટે ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ અથવા ચાઈલ્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરે છે પરંતુ કેટલીક ભૂલોને કારણે ઓછું રિટર્ન મળે છે. 

આજના સમયમાં સ્કૂલના શિક્ષણથી લઈને પ્રોફેશનલ ડિગ્રી સુધી મોટા ફંડની જરૂર પડે છે, જેથી જો તમે 10-15 વર્ષ અગાઉથી પ્લાનિંગ કરશો તો સારું ફંડ ભેગું કરી શકો છો. 

વધારે જોખમ લેવાનું ટાળો

પોલિસી ધારકે ધ્યાનમાં રાખવું જોઈએ કે તે કેટલું જોખમ લેવા સક્ષમ છે. જેટલું વધારે રિસ્ક એટલું વધારે રિટર્ન એ સાચું છે, પરંતુ પ્લાન સમજ્યા વિના તમારી મહેનતની કમાણીનું રોકાણ કરતા પહેલા તમારી જોખમ લેવાની ક્ષમતાને સમજવી જોઈએ. નિષ્ણાતો મુજબ વ્યક્તિએ માત્ર લાંબા ગાળાના રોકાણ માટે જ રોકાણ કરવું જોઈએ અને મધ્યમ સ્તરના જોખમ સાથે આગળ વધવું જોઈએ.

તમારા બાળકોના શિક્ષણના ખર્ચમાં હવેથી 5 કે 10 વર્ષ પછી જે ખર્ચ થશે તેમાં મોંઘવારી દર જોડવામાં સમજદારી છે. માની લો કે આજના સમયમાં કોઈ કોર્સની ફીસ 10 લાખ રૂપિયા છે પરંતુ આવનારા 10-15 વર્ષ બાદ આ ફીસમાં 5 ટકાનો વધારો થશે એ હિસાબથી તમારા બાળકના એજ્યુકેશન માટે આવનારા સમયમાં 10 લાખના 21 લાખ થઈ જશે. 

પહેલાં તમારો વીમો કરાવો

ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ પ્લાન લેતા પહેલાંમાતાપિતાએ પોતાનો વીમો લેવો જોઈએ. જો તમારી મૃત્યુ થઈ જાય છે તો ઈન્શ્યોરન્સથી મળનાર ડેથ બેનિફિટથી તમારા સમગ્ર પરિવારને સહાય મળશે. પોતાનો ઈન્શ્યોરન્સ લેવા પર સંકટના સમયે પરિવારને ઘણી મદદ મળે છે. યાદ રાખો કે તમારો ઈન્શ્યોરન્સ આખો પરિવાર માટે જરૂરી છે, એ પછી જ ચાઈલ્ડ ઈન્શ્યોરન્સ લો. 

પોલિસી ટર્મનું ધ્યાન રાખો

તમારા બાળકની ભાવિ જરૂરિયાતો અને પોલિસીની મુદતને મેચ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો 15 વર્ષ પછી ઉચ્ચ શિક્ષણ માટે ફંડ એકત્રિત કરવાનું હોય તો પછી 15 વર્ષથી ઓછાં અથવા વધુની પોલિસી મુદત પસંદ કરવી ફાયદાકારક રહેશે નહીં.

રોકાણ કરવામાં વિલંબ ન કરો

રોકાણમાં વિલંબ એ સૌથી સામાન્ય ભૂલ છે. જેટલું તમે રોકાણ કરવામાં વિલંબ કરશો તેટલું ઓછું વળતર મળશે. બાળકનો જન્મ થતાં જ તેના માટે રોકાણ શરૂ કરવું જોઈએ. ધારો કે, જો તમે બાળકના જન્મથી દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરો છો અને તમને 15%નું વળતર મળે છે, તો તમારા બાળકની ઉંમર 20 વર્ષની થાય ત્યાં સુધીમાં તેને 1.33 કરોડ રૂપિયાની રકમ સરળતાથી મળી જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Plan child insurance tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ