કરૂણાંતિકા / સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં 5 વર્ષનું બાળક બીજા માળેથી પટકાતા મોત, તો BRTS બસે લીધો બાળકનો જીવ

child died fell second floor Surat Uttarayan

ઉત્તરાયણને હજુ 12 દિવસ બાકી છે તે પહેલા ગુજરાતના સુરતમાં પતંગ પકડવાની લ્હાયમાં બાળકનો જીવ ગયો છે. ધાબા પર પતંગ ચગાવતો બાળક લપસી જતા બીજા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. તો આજે સુરતમાં BRTS રૂટને ક્રોસ કરતાં કિશોરને BRTS બસે અડફેટે લીધો હતો. જેમાં બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પતંગના માંજાથી રાજકોટના યુવકનું ગળું કપાયું હતું. જેને લઇને તેનું મોત થયું હતું. સાવચેતી ન રાખીએ તો દર વર્ષે પતંગ ચગાવવાની મજામાં કરૂણંતિક ઘટનાઓ પણ બનતી રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ