child death ratio in Gujarat amit chavda statement on it
બાળકોના મૃત્યુ /
ભાજપ બીજા રાજ્યને સલાહ આપવા કરતા ગુજરાતમાં ધ્યાન આપે : અમિત ચાવડા
Team VTV01:43 PM, 05 Jan 20
| Updated: 01:55 PM, 05 Jan 20
અમદાવાદ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોતને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. કહ્યુ કે, ક્યાક સરકારની કચાશ રહી ગઈ છે જેના કારણે મૃત્યુ આકમાં વધારો થયો છે. દેશના પ્રધાનમંત્રી, ગૃહમંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતી છે ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવી જોઇએ.
ગુજરાતમાં બાળકોનો મૃત્યુઆંક વધ્યો
અમિત ચાવડાએ સરકાર પર કર્યા પ્રહાર
સરકારની બેદરકારી હોવાની કરી વાત
આ સાથે જ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે બીજા રાજ્યોને સલાહ આપવાની જરૂર નથી. સરકારે ગુજરાતમાં ધ્યાન આપવાની જરૂર છે. નોંધનીય છે કે, રાજ્યના અમદાવાદ અને રાજકોટ શહેરમાં થયેલા બાળકોના મોત અંગેનો આંકડો તાજેતરમાં જાહેર થયો છે.
નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યમાં નવજાત શિશુઓના આંકડા સામે આવ્યા છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ હતી. હાલમાં બાળકોના મોત અંગેની મારી પાસે કોઈ માહિતી નથી. બાળકોના મોત અંગે માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. વળી સરકારી યોજનાઓ પાછળ લાખો ખર્ચાતા હોવા છતાં આ મોતનો આંકડો ગુજરાતના વિકાસ ઉપર લાંછનની લગાવી રહ્યો છે.
મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ. વિવિધ યોજનાના કારણે મૃત્યુદરમાં ઘટાડો થયો છે. બાળકોના મોત અંગેની માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. રાજ્યમાં બાળકોના મોત અંગેની મારી પાસે માહિતી નથી.
સિવિલમાં ઓક્ટોબરમાં 94 બાળકોના થયાં મોત
અમદાવાદ સિવિલમાં ઓક્ટોબરમાં 94, નવેમ્બરમાં 74 અને ડિસેમ્બરમાં 85 બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે રાજકોટ સિવિલમાં એક જ મહિનામાં 134 બાળકોના મોત થયા છે. ત્યારે કુપોષણ, જન્મજાત બિમારી, અધુરા મહિને જન્મ બાળકોના મોતનું કારણ છે.
બાળમૃત્યુદર કેમ વધ્યો?
બાળમૃત્યુદરને લઇ સવાલો પણ ઉઠી રહ્યાં છે કે માસૂમોના મોતના જવાબદાર કોણ છે? શું સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરોની અછત છે?. પ્રસુતિ દરમિયાન ડૉક્ટર કેમ ધ્યાન આપતા નથી? શું સિવિલ હોસ્પિટલમાં અનુભવ ધરાવતા ડૉક્ટર નથી? અત્યાર સુધી તંત્ર દ્વારા કેમ ધ્યાન અપાતુ નથી? અને શું હવે આંકડા સામે આવ્યા બાદ તંત્ર કામ કરશે?
સુરત સિવિલમાં પણ ડિસે.માં 66 નવજાત શિશુના મોત
વર્ષ દરમિયાન સુરત સિવિલમાં 699 શિશુના મોત થયા છે. સુરત સિવિલમાં દર મહિને સરેરાશ 59 બાળકો મોત થાય છે. સુરત સિવિલમાં વલસાડ, ભરૂચ અને મહારાષ્ટ્થી દર્દીઓ આવે છે. છેલ્લા 4 વર્ષમાં સુરત સિવિલમાં 2965 બાળકોના મોત થયા છે.