બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ પર ભૂપેન્દ્ર પટેલની સીધી નજર, પ્રભારી મંત્રી-અધિકારીઓને આપી જરૂરી સૂચના
Last Updated: 08:54 PM, 24 July 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. જે સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી હતી
ADVERTISEMENT
વરસાદના પગલે શું છે સ્થિતિ
આ ઉપરાંત રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા મંત્રીમંડળની બેઠકમાં થઈ હતી. રાજ્યમાં આજ સાંજના 06 વાગ્યા સુધીમાં 461.22 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે 52.23 ટકા વરસાદ છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ 75.50 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 26.71 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 31.38 ટકા, સૌરાષ્ટ્રમાં 73.36 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 62.04 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 74 તાલુકાઓમાં 500 મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના 7 જિલ્લાઓમાંથી કુલ 4,238 નાગરિકોનું સ્થળાંતર તથા 535 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની 13 અને એસ.ડી.આર.એફ.ની 20 ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતુ.
અસર પામેલા માર્ગો પૈકી 30ને પૂર્વવત કરાયા
વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી 30ને પૂર્વવત કરાયા છે જેમા 02 રાજ્યના માર્ગો, 23 પંચાયતના અને 5 અન્ય માર્ગો છે. રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતુ કે, હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ 182444 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના 54.61 ટકા છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 2,36,849 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ 42.28 ટકા છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદથી 5 ડેમ ઓવરફ્લો, નજીકના ગામોને કરાયા એલર્ટ
ડેમોની સ્થિતિ શું ?
જેમાં કુલ ક્ષમતાના 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 46,70 થી 100 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 25,50 થી 70 ટકા ભરાયેલ ડેમની સંખ્યા 41,25 ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા 69 છે. રાજ્યના 206 ડેમ પૈકી 51 ડેમને હાઇ એલર્ટ પર, 8 ડેમને એલર્ટ અને 12 જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરીને સમગ્ર પરિસ્થિતીને પૂર્વવત કરવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.