Chief Minister Bhupendra Patel's major decision to reduce value added tax rate on Aviation Turbine Fuel (ATF) by 20%
BIG NEWS /
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય,એવિએશન ફ્યૂઅલના VATમાં 20 ટકાનો ઘટાડો, જાણો શું થશે ફાયદો
Team VTV10:20 PM, 04 Jan 22
| Updated: 10:33 PM, 04 Jan 22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20 % નો ઘટાડો કર્યો, આ પહેલા 13 ડિસેમ્બરે 5%નો ઘટાડો કર્યો હતો
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) મૂલ્ય વર્ધિત વેરામાં કર્યો ઘટાડો
હવે હવાઈ મુસાફરી સસ્તી થશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20 % નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે આ ઘટાડો આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના મૂલ્ય વર્ધિત વેરાના દરમાં 20% નો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે જે આજે મધ્યરાત્રીથી અમલમાં આવશે. મુખ્યમંત્રીએ ગત 13મી ડિસેમ્બરે ATF દરોમાં 5% નો ઘટાડો કર્યો હતો, આ વધુ 20% ઘટાડાને પરિણામે ATF પર 5% નો મૂલ્ય વર્ધિત દર રહેશે.
આ પહેલા 5 ટકાનો કર્યો હતો ઘટાડો
મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયને કારણે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળશે અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી એ ગત 13મી ડિસેમ્બરે ATF ના દરોમાં પાંચ ટકાનો ઘટાડો કર્યો હતો.હવે આ વધુ 20 ટકા ઘટાડાને પરિણામે ATF પર રાજ્યમાં 5 ટકા નો મૂલ્ય વર્ધિત દર રહેશે
શું ફાયદો થશે?
રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે આગામી દિવસોમાં એર કંપનીઓ દ્વારા હવાઇ ભાડાના દરમાં ઘટાડો કરવામાં આવશે જેથી વધુ લોકો હવાઇ મુસાફરી કરશે અને રાજ્યમાં પ્રવાસન પ્રવૃતિને પણ વેગ મળશે તે હેતુસર આ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.