ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યવાહી; મહેસુલ વિભાગનો ચાર્જ CMએ સંભાળતા જ મોટો નિર્ણય, તાકેદારી આયોગના સંદર્ભના કેસોની થશે કાર્યવાહી
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કાર્યવાહી
મહેસુલ વિભાગનો ચાર્જ CMએ સંભાળતા જ મોટો નિર્ણય
તાકેદારી આયોગના સંદર્ભના કેસોની થશે કાર્યવાહી
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા બાદ હવે તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તાજેતરમાં પદગ્રહણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે CMએ તમામ મંત્રીઓને વિશેષ કામગીરી સોંપી છે અને મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યું છે. તો વળી તેમણે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરવા નિર્ણય લીધો છે.
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી
ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કાર્યવાહી કરવા મોટો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગનો ચાર્જ સંભાળતા જ CM ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. તાકેદારી આયોગના સંદર્ભના કેસોની કાર્યવાહી થશે. તેમજ પડતર કેસોમાં કાર્યવાહી કરવા માટે મહેસૂલ વિભાગે પરિપત્ર કર્યો છે. પડતર કેસની વિગતો કોમ્પ્યુટરાઈઝ કરવા સૂચન અપાયા છે.
CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ હવે એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને નવી યોજના, હયાત યોજનાઓના અમલીકરણ પર ભાર મુકી વિઝન ડોક્યુમેન્ટ સંદર્ભે જે તે મંત્રીઓના વિભાગમાં કામગીરી શરૂ કરવા કરી તાકીદ કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને 100 દિવસની કામગીરીનું લક્ષ્ય આપ્યુ.
હર્ષ સંઘવીએ ગઇકાલે જ યોજી હતી બેઠક
રાજ્યના ગૃહમંત્રી તરીકે બીજી વખત જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ પોલીસ વિભાગની ડિજિટલ કામગીરી, ઇ-ચલણ તેમજ પોલીસ વિભાગની અન્ય કામગીરીઓ બાબત સમીક્ષા બેઠક યોજી હતી. ડિજિટલ યુગમાં ગુજરાત પોલીસ પણ ઓનલાઈન સેવાઓમાં કઈ રીતે વધુ સુગમ અને પ્રજાલક્ષી કાર્ય કરી શકે તે બાબત આ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ઇ-ચલણમાં અનપેઇડ રીકવરી વધારવા, “વન નેશન વન ચલણ” અંતર્ગત નિર્ણય લેવા, ઇન્ટરસેપ્ટર વાહનોના ઉપયોગની નિયત સમયે સમીક્ષા કરવા આ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારની સફાઇ બાબતે, સાયબર ક્રાઇમ, શી- ટીમ તેમજ ડ્રગ્સ જાગૃત્તિ અંગે 100 દિવસની અવધિમાં ઝુંબેશ ચલાવવા બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.