બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Chief Minister Bhupendra Patel visited these temples and wished everyone

શુભેચ્છાઓ ! / નવા વર્ષ પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મંદિરોના કર્યાં દર્શન, સૌ કોઈને આપી શુભેચ્છાઓ

Kiran

Last Updated: 01:34 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્ર પટેલે પંચદેવ મંદિરમાં દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કર્યો સૌ કોઈને નવા વર્ષની આપી હાર્દિક શુભકામનાઓ

નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલના વિવિધ કાર્યક્રમો
CM ભૂપેન્દ્ર પટેલે ત્રિમંદિરમાં કર્યા દર્શન
પંચદેવ મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલે કરી પૂજા

દિવાળી બાદ નવા વર્ષની નવી સવારનો ઉદય થયો છે. આજે સમગ્ર દેશમાં સૌકોઈ નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નવા વર્ષના પહેલા દિવસે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી વહેલી સવારે ગાંધીનગર સ્થિત મંચદેવના મંદિરે દર્શન કર્યા બાદ નવા વર્ષની શરુઆત કરી હતી. આજે CM ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમ છે અમદાવાદના ભદ્રકાળી મંદિરની પણ મુલાકાત લેવાના છે. તેમજ લોકોની સાથે શુભેચ્છા મુલાકાત લેશે સાથે જ સર્કિટ હાઉસ ખાતે લોકો સાથે મુલાકાત પણ કરનાર છે. 



 

આજે નવા વર્ષે CM ભૂપેન્દ્ર પટેલના વિવિધ કાર્યક્રમો

ગાંધીનગર મંદિરના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રી અડાલજના ત્રિમંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે પૂજન કરી સૌ કોઈને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા સૌ ગુજરાતી પરિવારોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષ સૌની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી પ્રભુ પ્રાર્થના કરી છે. સાથે જ તેમણે સમાજ વર્ગોની શકિત ક્ષમતા અને સૌના સહયોગથી આત્મ નિર્ભર ગુજરાત થી આત્મ નિર્ભર ભારત નો સંકલ્પ સિદ્ધ કરવા પણ નૂતન વર્ષે આહવાન કર્યું હતું. 

CM ભૂપેન્દ્ર પટેલ ભદ્રકાળી મંદિરે દર્શન કરશે

આજે મુખ્યમંત્રી 10.45 થી 11.45 કલાકે અમદાવાદના એનેક્ષી સર્કિટ હાઉસ, શાહીબાદ ખાતે નગારિકોને નવા વર્ષની શુભકામના આપશે. તે પહેલા મુખ્યમંત્રી અમદાવાદના ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે, તથા 11.50 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારની પણ શુભેચ્છા મુલાકાત લેશે અને દિવાળીની શુભકામનાઓ પાઠવશે. 

રાજ્યના મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ 

નવા વર્ષની શરૂઆત થતા જ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ પર નાગરિકોનો ટ્વીટ કરી નવા વર્ષની સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ લખ્યું કે ગરવી ગુજરાતના સૌ નાગરિકોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારુ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ,સમૃદ્ધિ અને ખુશીઓ લાવે તેવી હ્યયપૂર્વકની શુભેચ્છાઓ. નૂતન વર્ષાભિનંદન.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ