Chief Minister Bhupendra Patel Sukhram Rathwa father Tribute Jamli village
ગુજરાત /
18 મુખ્યમંત્રીઓના ઇતિહાસમાં પહેલી વાર બન્યું કે વિપક્ષ નેતાના ઘરે CM ગયા હોય, ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સુખરામ રાઠવાના ઘરે
Team VTV05:56 PM, 05 May 22
| Updated: 07:02 PM, 05 May 22
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતાના દુઃખદ અવસાન અંગે શોકસંતપ્ત પરિવારને જામલી ગામે પ્રત્યક્ષ મળી સાંત્વના પાઠવી હતી.
સુખરામ રાઠવાના પિતાનું બેસણું
સુખરામ રાઠવાના ઘરની મુલાકાતે CM
CM ભૂપેન્દ્ર પટેલે સુખરામ રાઠવાને પાઠવી સાંત્વના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપૂરના પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન કવાંટ તાલુકાના જામલી ગામે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના નિવાસસ્થાને પહોચીને સુખરામભાઇના પિતાશ્રીના દુઃખદ અવસાનથી શોકસંતપ્ત પરિવારને સાંત્વના પાઠવીને સદ્દગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાના પિતા હરિયાભાઇ રાઠવાનું તાજેતરમાં દુઃખદ અવસાન થયુ છે.
સીએમ સાથે કોણ કોણ આવ્યું હતું?
મુખ્યમંત્રીની સાથે આરોગ્ય રાજ્યમંત્રી શ્રીમતી નિમિષાબહેન સુથાર, ધારાસભ્યઅભેસિંહ તડવી, મોહનસિંહ રાઠવાએ પણ સુખરામ રાઠવાના દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાના પિતા હરીયાભાઈ નમલાભાઈ રાઠવાનું તા.1-5-2022 ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું હતું.
18 સીએમ માંથી ભુપેન્દ્ર પટેલ પહેલા એવા મુખ્યપ્રધાન છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય.
કોઈ જાણ વગર જ મુખ્યમંત્રી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જે બાદ સુખરામ રાઠવાએ કહ્યું હતું કે કે 18 મુખ્યમંત્રીમાંથી ભુપેન્દ્ર પટેલ પહેલા એવા સીએમ છે જે વિપક્ષ નેતાના ઘરે આવ્યાં હોય. સુખરામ રાઠવાએ વધુમાં કહ્યું કે પિતાના બેસણામાં હાજર રહી મુખ્યમંત્રી પરિવારજનોને સાંત્વના આપી એ વાતથી દિલથી આનંદ અનુભવું છું.