બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM ભૂપેન્દ્ર પટેલે ગોરજ ગામ જઈ સિંચાઇ યોજનાની કરી સમીક્ષા, 1400 કરોડનો છે જીવાદોરી પ્રોજેક્ટ

સ્થળ તપાસ / CM ભૂપેન્દ્ર પટેલે ગોરજ ગામ જઈ સિંચાઇ યોજનાની કરી સમીક્ષા, 1400 કરોડનો છે જીવાદોરી પ્રોજેક્ટ

Last Updated: 08:08 PM, 20 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ ₹ ૧૪૦૦ કરોડના પ્રોજેક્ટ અંતર્ગત ₹૩૭૭.૬૫ કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-૧ કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-૩ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.

અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું

મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી. મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.

૩૫,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે

નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના ૧૧,૦૦૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં ૧૪ ગામ, વિરમગામ તાલુકાનાં ૧૩ ગામ તથા બાવળા તાલુકાનાં ૧૨ ગામ મળી નળકાંઠાના કુલ-૩૯ ગામોની આશરે ૩૫,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.

હાલમાં ચાલી રહેલી ફેઇઝ-૧ની કામગીરી પૂર્ણ થતાં આશરે ૧૨,૦૦૦ હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-૧ ની કામગીરી માટે ₹ ૩૭૭.૬૫ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની ૬૫ ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-૨૦૨૫ માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. ₹ ૧૦૨૭ કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે.

આ પણ વાંચોઃ GPSCના ઉમેદવારો માટે મોટા સમાચાર, આ ભરતીની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર

મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fatewadi-Nalkantha Area CM Bhupendra Patel Visit
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ