બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Chief Minister Bhupendra Patel made a farmer-oriented announcement and said that in one year all the farmers of the state will get electricity during the day

ગુજરાત / ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, આ મહિના સુધીમાં મળશે દિવસે વીજળી, ઉર્જામંત્રીની હાજરીમાં આપી ગેરંટી

Dinesh

Last Updated: 04:39 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે

  • રાજ્યભરના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
  • એક વર્ષમાં રાજ્યના ખેડૂતોને દિવસે મળશે વીજળીઃ CM
  • ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી જશેઃ CM


રાજ્યના ખેડૂતો માટે ખુશ ખબર છે. હવે ખેડૂતોને રાતના સમયે પીયત માટે નહીં થવું પડે હેરાન. રાતે ઉજાગરા કરી ખેડૂતોને પીયત નહીં કરવું પડે. જી હા...હવે રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે. ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે. અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે. અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે. ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે.

ખેડૂતોમાં ખુશી
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને રાત્રિના સમયે પિયત માટે વીજળી આપવામાં આવ છે જેના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઈટ ટીપ ટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. તે ઉપરાંત રાત્રિના સમયે લાઈટના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવી પડતી હતી. પરંતુ મુખ્યમંત્રીની આ જાહેરાતથી બનાસાકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 

ખેડૂતો દ્વારા કરાઈ હતી રજૂઆત
ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઇ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની રજૂઆતના પગલે રાત્રીના સમયે જે વીજળીના કારણે ખેડૂતોને તકલીફો ભોગવી પડે છે. તે ન ભોગવી પડે તેના માટે રાત્રીની જગ્યાએ દિવસે ખેડૂતોને જાહેરાત આપવાનું નક્કી કર્યું છે 
 

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલની જાહેરાત Gujarat Farmers cm bhupendra patel electricity અરવલ્લી ન્યૂઝ દિવસે વીજળી CM Bhupendra Patel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ