Chief Minister Bhupendra Patel celebrates Diwali with the departure of BSF in Kutch
ઉજવણી /
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છમાં BSFના જવાનો સાથે કરી દિવાળીની ઉજવણી, સેનામાં જોવા મળ્યો આનંદનો માહોલ
Team VTV09:23 AM, 04 Nov 21
| Updated: 09:42 AM, 04 Nov 21
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી . જેમા તેમણે કચ્છના ઘોરડો ખાતે BSFના જવાનો સાથે ઉજવણી કરી હતી સાથેજ તેમણે જવાનોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી દિવાળીની ઉજવણી
કચ્છમાં સેના સાથે કરી ઉજવણી
BSFના જવાનો સાથે ઉજવણી કરીને નવા વર્ષની શુભેચ્છા આપી
દર વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી કચ્છ BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પરંપરાને જાળવી રાખી છે. CM ભૂપેન્દ્ર પટેલે દિવાળીના પર્વની ઉજવણી કચ્છ બોર્ડર પર BSFના જવાનો સાથે કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જવાનોને બેસતા વર્ષની તેમજ દિવાળીની પણ શુભેચ્છા પાઠવી હતી.
કચ્છના ઘોરડોમાં કરી ઉજવણી
કચ્છના ઘોરડો ખાતે મુખ્યમંત્રીએ ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે સારામાં સારી સેવા બોર્ડર પર જવાનો કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે જવાનો જે રીતે પ્રજા જે રીતે સુરક્ષા શાંતિ અને સુખનો અનુભવ કરે છે. તેમા તેમની નિષ્ઠા પણ મહત્વની છે. વધુમાં તેમણે કહ્યું કે છેવાડાના માનવી સુધી સરકાર દરેક યોજના પહોચાડીને પ્રજાની સેવા કરવા તત્પર છે.
પ્રવાસન હબ તરીકે પણ કચ્છનો ઘણો વિકાસ થયો
વધુમાં મુખ્યમંત્રી પેટેલે જણાવ્યું કે PM મોદી અને અમિતશાહે કુટંબ ભાવનાતી કામ કરવાની પ્રેરણા આપી છે. સાથેજ તેમણે કહ્યું કે તહેવારે કુટુંબની યાદ આવે એટલે દિવાળીના અવસરે અમે અહિ છે. ઉપરાંત તેમણે કચ્છમાં પહોચીને એવું પણ કહ્યું હતું કે પ્રવાસન હબ તરીકે પણ કચ્છ જિલ્લાનો હવે ઘણો વિકાસ થયો છે.
જવાનોને અને તેમના પરિવારને વંદન કર્યા
ઉલ્લેખનીય છે કે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરીને મુખ્યમંત્રીએ તેમનો અને તેમને અને તેમના પરિવારોને વંદન કર્યા હતા. જવાનોને કારણે આપણે આપણા ઘરમાં સુરક્ષિત અને નિશ્ચિત બનીને રહીએ છે જે વાતનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. સાથેજ તેમણે જવાનોનો જુસ્સો પણ વધાર્યો હતો.