બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / chief justice of india ranjan gogoi says in supreme court that if requirement arises i may visit jammu kashmir

સુનાવણી / કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર CJI રંજન ગોગોઇ બોલ્યા, જરૂર પડી તો ખુદ જઇશ જમ્મૂ કાશ્મીર

Mehul

Last Updated: 02:18 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઇએ જમ્મૂ કાશ્મીરને લઇને દાખલ અરજીઓની સુનાવણી કરતા કહ્યું કે જો જરૂર પડશે તો હું ખુદ શ્રીનગર જઇશ. એમણે કહ્યું કે એમણે જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટથી એક રિપોર્ટ માંગી છે. આ રિપોર્ટને જોયા બાદ જો મને લાગે છે કે ત્યાં જવું જોઇએ તો હું ખુદ ત્યાં જઇશ.

  • CJI રંજન ગોગોઇ બોલ્યા, જરૂર પડી તો ખુદ જઇશ જમ્મૂ કાશ્મીર
  • કેન્દ્ર સરકારે જણાવ્યું કે એક પણ ગોળી ચલાવાઇ નથી
  • કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, કાશ્મીર સ્થિત તમામ સમાચાર પત્ર ચાલી રહ્યા છે

આ મામલાની સુનાવણી દરમિયાન CJIએ સરકારને પૂછ્યું કે જમ્મૂ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે અત્યાર સુધી શું પગલા ઉઠાવ્યા છે તેની જાણકારી આપે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારે જણાવ્યું કે એક પણ ગોળી ચલાવાઇ નથી. કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્થિતિ સામાન્ય કરવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે કાશ્મીરમાં જો કથિત બંધ છે તો તેને જમ્મૂ કાશ્મીર હાઇકોર્ટથી નીપટાવી શકાય છે. 

જ્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, કાશ્મીર સ્થિત તમામ સમાચાર પત્ર ચાલી રહ્યા છે. અને સરકાર તમામ સંભવ મદદ કરી રહી છે. પ્રતિબંધિત વિસ્તારોમાં પહોંચવા માટે મીડિયાને 'પાસ' આપવામાં આવ્યા છે અને પત્રકારોને ફોન અને ઇન્ટરનેટની સુવિધા અપાઇ રહી છે.

દૂરદર્શન જેવી ટીવી ચેનલ અને અન્ય ખાનગી ચેનલ, એફએમ નેટવર્ક કામ કરી રહ્યું છે. સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે એક ગોળી પણ ચલાવાઇ નથી અને કેટલાક સ્થાનિય પ્રતિબંધો લાગ્યા છે. તેના પર સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલને કહ્યું કે આ સોગંધનામાનું વિવરણ આપવામાં આવે અને સામાન્ય સ્થિતિ બનાવવા પ્રયાસ કરવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

National News Supreme Court jammu kashmir ranjan gogoi ગુજરાતી ન્યૂઝ Hearing
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ