મુખ્ય આર્થિક સલાહકાર વી સુબ્રમણ્યમે કહ્યું કે ભારતને 2024-25 સુધી 5000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્યને મેળવવા માટે અધિક સંખ્યામાં વૈશ્વિક આકારના બેંકોની જરૂર છે. તેઓએ આ વાત પર અફસોસ કર્યો કે મોટી 100 વૈશ્વિક બેંકની સૂચિમાં ભારતની ફક્ત એક બેંક છે. જ્યારે આકારમાં નાના દેશોમાં પણ અનેક બેંક છે. ભારતીય સ્ટેટ બેંક 55મા સ્થાને મુખ્ય 100 વૈશ્વિક બેંકની સૂચિમાં એકમાત્ર ભારતીય બેંક છે. આ લિસ્ટમાં ચીનની 18 બેંક અને અમેરિકાની 12 બેંક છે.
100 વૈશ્વિક બેંકની સૂચિમાં ભારતની ફક્ત એક બેંક
ભારતીય સ્ટેટ બેંક 55મા સ્થાને છે
ચીનની 18 બેંક અને અમેરિકાની 12 બેંક સામેલ
તેઓએ વધુમાં કહ્યું કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો ભારતીય બેંકિંગ ક્ષેત્ર પોતાની અર્થવ્યવસ્થાના આકારના વિસ્તારમાં હોત તો ભારતે ત્યાં હોવું જોઈએ જ્યાં દક્ષિણ કોરિયા છે. જેના છ બેંક મુખ્ય 100 વૈશ્વિક બેંકની લિસ્ટમાં છે. તેનાથી વિપરિત મુખ્ય 100 વૈશ્વિક બેંકમાં ભારતની ફક્ત એક બેંક છે.
તેઓએ બંધન બેંકની પાંચમી વર્ષગાંઠ પર પોતાના ભાષણમાં કહ્યું કે ફિનલેન્ડ, ડેનમાર્ક , બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, નોર્વે જેવા દેશ જે આકારમાં ભારતથી નાના છે. તેનાથી ઓછામાં ઓછા એક બેંકની 100ના લિસ્ટમાં છે. તેઓએ કહ્યું કે સ્વીડનની અર્થવ્યવસ્થાનો આકાર ભારતની સરખામણીએ છઠ્ઠો છે. સિંગાપુરની અર્થવ્યવસ્થાનો આકાર આઠમો છે. મુખ્ય 100 વૈશ્વિક બેંકમાં ફક્ત 3 બેંક છે. સુબ્રમણ્યમે કહ્યું કે ભારતીય બેંકિંગ પ્રણાલીને વૈશ્વિક માનકો પૂરા કરવાની જરૂર છે.