બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લંપટ શિક્ષકની કાળી કરતૂત, નવમાં ધોરણની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરી આપી ધમકી
Last Updated: 10:40 PM, 29 November 2024
રાજ્યમાં દિન પ્રતિદિન મહિલાઓ તેમજ યુવતીઓ પર અત્યાચાનાં કિસ્સાઓ વધી રહ્યા છે. તો અમુક મહિલાઓ કે યુવતીઓ પોલીસ મથકે ફરિયાદ કરતી હોય છે. જ્યારે અમુક મહિલાઓ તેમજ યુવતીઓ સમાજમાં આબરૂ જવાના ડરે ફરિયાદ કરવાનું ટાળતી હોય છે. ત્યારે છોટાઉદેપુરમાં ગુરૂ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતી એક ઘટનાં સામે આવી છે. જેમાં એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ADVERTISEMENT
(આરોપી શિક્ષક)
ADVERTISEMENT
શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બની
છોટાઉદેપુર તાલુકામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના બની છે. શિક્ષકે નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની છેડતી કરતા ફરી એકવાર શિક્ષણ જગત કલંકિત બન્યો છે. શારીરિક અડપલાં કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપતા 51 વર્ષના લંપટ શિક્ષક સંજય પારેખ વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે સમગ્ર બનાવને લઈ ફરાર શિક્ષકની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શિયાળો ક્યારે જામશે? અંબાલાલ પટેલે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
લંપટ શિક્ષકએ ગુરૂ શબ્દને લજવ્યો
કહેવાય છે ગુરુ એ બાળકનું ભવિષ્ય ઉજ્વળ કરે પરંતુ આ કલંકિત શિક્ષકોએ ગુરૂ શબ્દને લજવ્યો છે. સમાજમાં માં પછી જો કોઈ બીજા ગુરુ હોય તો એ શિક્ષક છે. પરંતુ આજકાલ અમુક શિક્ષકો અભ્યાસ કરાવવાને બદલે લંપટ લીલાઓ અને અડપલા કરતા હોવાની ઘટના સામે આવે છે. ત્યારે ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને છેડતી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.