VIDEO: પાણી માટે પ્રજાના વલખા,ગ્રામજનો ગામમાં કૂવા ખોદી બન્યા 'માંઝી'

By : kavan 06:58 PM, 13 March 2018 | Updated : 07:21 PM, 13 March 2018
છોટાઉદેપુર જિલ્લા હરકોડ ગામ ના લોકો પીવાના પાણી માટે મારી રહ્યું છે વલખાં સરકારે અત્યાર આ લોકો માટે પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા ઊભીજ કરી નથી.જળ એજ જીવન છે, જળ વિના જીવન શકય જ નથી. ગામ લોકો એ પોતાનો જીવ બચાવવા એક રસ્તો કાઢ્યો.ગામના લોકો ભેગા થયા અને પીવાના પાણી માટે કૂવો ખોડી કાઢ્યો.

હરખોડ ગામના લોકો ડુંગરની તળેટીમાં એક કૂવો ખોદી રહ્યા છે. ગામમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. સરકારને વારંવાર કહેવા છતાં તેમણે કોઈ પીવાના પાણીની વ્યવસ્થા કરી આપતું નથી.જેથી ગામ લોકો ભેગા થઈ ને નક્કી કર્યું છે કે ગામ ના લોકો ભેગા થઈ ડુંગરના નીચેના ભાગે એક કૂવો બનાવી દેવો.ગામ લોકોના લેવાયેલ નિર્ણયથી ગામના લોકો વારા ફરતી કૂવાના ખોદકામમાં કામે લાગી ગયા. છેલ્લા એક માસથી કૂવાના ખોદકામનું કામ ચાલી રહ્યું છે .જેથી લાગે છે મરેગાનું કામ ચાલી રહ્યું છે.પરંતુ આ ખોદ કામ પોતાનો જીવ ટકાવવા માટેનો છે.

ઉલ્લેખનીય છે કે સુક્કો ભઠ્ઠ અને ડુંગર વિસ્તાર કે જે ગામમાં રહેતાં આદિવાસી લોકો પીવાના પણી માટે મોટી મુશ્કેલી વેઠી રહયા છે.દૂર દૂર સુધી ભટકવા છતાં એક બેડું પણી પણ નશીબમા નથી આવતું.એવું નથી કે સરકાર તેમની આ પરિસ્થિતિથી વાકેફ નથી.પરંતુ આદિવાસીઓને પીવાના પાણી માટેની કોઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી.

ચોમાસા અને શિયાળામાં તો કોતરોમાંથી પીવાનું પાણી મેળવી જીવન ટકાવી રાખે છે.પણ ઉનાળાની શરૂઆત થતા આ કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જાય છે અને શરૂ થઈ જાય છે પાણી મેળવવા માટે નો સઘર્ષ.નર્મદા કિનારો નજીક હોવાં છતાં આ લોકો પીવાના પાણી માટે ટળવળે છે. દૂર આવેલા કુંડા ગામ કે જે અહીંથી 3 થી 4 કિમી છે જ્યા જઇને પાણી લાવવાની ફરજ પડે છે.

ગરીબ આદિવાસી લોકોની વ્યથાનો આવાજ તંત્રના બહેરા કાને ન પડતા આખરે ગામના લોકોએ ભેગા થવું પડ્યું અને નિર્ણય લેતા લાગી ગયા કામે.પાવડા અને તિકમ વડે ખોદકામ શરૂ કર્યું. કહેવાય છે ને કે હિંમતે મર્દા તો મદદે ખુદા.લોકોના જુસ્સાને લઈ આજે જુવો તો પથરાળ જમીનમાં ખોદ કામ કરતા હવે ગામ લોકો સફળતાની નજીક છે.

ગામના લોકોની હિમ્મત રંગ લાવી હોય તેમ લાગી રહ્યું છે. સતત એક માસના ખોદકામના અંતે તેમણે હાલ તો થોડું પાણી જોવાયું છે. પાણી નજરે પડતા જ તેઓ ડહોળું પાણી પણ પીવા લાગ્યા. તેઓની માંગ છે કે આટલી મહેનત કરીને પાણીની નજીક પહોંચી ગયા છે જો સરકારની મદદ મળે અને તેને હજુ વધુ ઊંડો કરાવે તો તેમણે કયામી સુખ થાય. 

આપને જણાવી દઇએ કે નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોના પીવાના પાણીના પ્રશ્નો ખૂબ જ ગંભીર રીતે ઉપસ્થિત થયેલ છે જ્યાંરે રસ્તાના કામો થયા નથી.વિકાસ થયાની વાતો ખૂબ મોટે-મોટેથી કરવામાં આવે છે આ ગામની કફોડી હાલત જોઇને સરકારની પોકળ વાતો ખુલી પડે છે જો કે ખુદ ગામ લોકોએ ઉપાડેલ કામ ખરેખર બિરદાવવા લાયક છે.
 Recent Story

Popular Story