બ્રેકિંગ ન્યુઝ
VTV / chhattisgarh naxal attack know why they attack between february and may
Arohi
Last Updated: 02:25 PM, 27 April 2023
ADVERTISEMENT
એક બાજુ નક્સલી હુમલાથી છત્તીસગઢમાં ભયનો માહોલ છે. દંતેવાડામાં નક્સલિયોએ સુરક્ષાકર્મીઓના કાફલામાં શામેલ એક ગાડીને ધમાકાથી ઉડાવી દીધા. આ હુમલામાં 10 પોલીસ જવાન શહિદ થઈ ગયા. ત્યાં જ ડ્રાઈવરનું પણ મોત થયું છે. દંતેવાડા નક્સલ પ્રભાવિત વિસ્તર છે.
ADVERTISEMENT
જે જિલ્લા રિઝર્વ ગાર્ડની ટુકડી પર હુમલો થયો તે નક્સલિઓ સામે લડવામાં માહિર છે. મોટી વાત એ છે કે આ ગ્રુપમાં આત્મસમર્પણ કરી ચુકેલા નકસ્લી પણ શામેલ છે. દંતેવાડા હુમલા બાદ એક વખત ફરી સવાલ ઉભો થઈ રહ્યો છે કે નકસ્લી આખરે ફેબ્રુઆરીથી મેની વચ્ચે જ કેમ હુમલો કરે છે.
બે વર્ષમાં આ સૌથી મોટો હુમલો
નક્સલી પોતાની ધાક જમાવવા માટે સમય સમય પર આવા હુમલાને અંજામ આપે છે બે વર્ષોની અંદર સુરક્ષા બળો પર નક્સલિઓનો આ સૌથી ભીષણ હુમલો છે. આ પહેલા વર્ષ 2021માં બીજાપુર અને સુકમા જિલ્લાની બોર્ડર પર નક્સલીઓએ સુરક્ષાબળો પર ઘાત લગાવીને હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 22 જવાન શહિદ થઈ ગયા છે. ત્યાં જ ઘણા ગંભીર રૂપથી ઘાયલ પણ થયા છે.
ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે હુમલો કેમ કરે છે નક્સલી?
નક્સલવાદીની જાણકારી રાખવા નિષ્ણાંતોનું કહેવું છે કે ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે નક્સલીઓની તરફથી ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પેન ચલાવવામાં આવે છે. આ કેમ્પેઈન વખતે નક્સલી એક્ટિવ થઈ જાય છે અને પોતાની સંપૂર્ણ તાકાતની સાથે સુરક્ષાબો પર હુમલો કરે છે.
જ્યારે લાગે છે કે નક્સલવાદ કમજોર થઈ રહ્યો છે. ત્યારે નકસ્લી કોઈ એવો મોટો હુમલો કરે છે જેનાથી આખો દેશ ડરી જાય છે. ટીસીઓસીના હેઠશ નક્સલી હુમલામાં ગયા 10 વર્ષોમાં 260થી વધારે જવાન શહીદ થઈ ચુક્યા છે.
શું છે નક્સલીયોનું ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પેન?
નક્સલીયો ફેબ્રુઆરીથી મે મહિનાની વચ્ચે દંતેવાડા સહિત આખા બસ્તર ક્ષેત્રમાં અટેકિંગ મોડમાં આવી જાય છે. તે દહશત ફેલાવીને સુરક્ષાબળો અને સરકારોને સંદેશ આપે છે.
આ સમયે નક્સલીઓને મોટી વિંગ પીપુલ્સ લિબરેશન ગુરિલ્લા આર્મી એક્ટિવ થઈ જાય છે અને તેનાથી યુવકો ટ્રેનિંગ લઈને નવા યુવકોને ટ્રેનિંગ આપે છે. ટ્રેનિંગની સાથે સાથે તે સુરક્ષાબળો પર હુમલો કરી શકે છે. આવી જ રીતે નક્સલિઓનું ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કહેવાય છે. આ ચાર મહિના નક્સલિયોની ભાષામાં ખુની મહિના હોય છે.
TCOCના હેઠળ શું શું કરે છે નક્સલી?
જણાવી દઈએ કે આ ચારે મહિનાની અંદર કરવામાં આવેલા હુમલાને નક્સલી ગુરિલ્લા વોર કહેવાય છે. નક્સલી આ ચાર મહિનાને હુમલો કરવા માટે એટલા માટે પસંદ કરે છે કારણ કે આ સમયે ગરમી વધી જાય છે અને સુરક્ષાકર્મી વધારે થાક અનુભવે છે. સાથે જ પાનખરના કારણે જંગલોમાં ઝાડના પાન ખરેલા હોય છે જેનાથી નક્સલિઓને દૂર સુધી જોવામાં સરળતા રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.