છત્તીસગઢ ચૂંટણી પરિણામઃ 15 વર્ષ બાદ સત્તામાં આવશે કોંગ્રેસ, જાણો કોણ બનશે CM?

By : vishal 05:42 PM, 11 December 2018 | Updated : 05:42 PM, 11 December 2018
છત્તીસગઢમાં કોંગ્રેસ બહુમતથી સરકાર બનાવી શકે છે. બીજેપી તરફથી રમન સિંહનો ચહેરો મુખ્યમંત્રી માટે હતો, પરંતુ કોંગ્રેસ વગર ચહેરા મેદાનમાં હતી. જ્યારે હવે કોંગ્રેસ તરફથી ચાર પ્રમુખ નામ છત્તીસગઢના મુખ્યમંત્રી માટે સામે આવી રહ્યા છે. 

છત્તીગઢમાં 15 વર્ષ બાદ કોંગ્રેસ સત્તામાં આવી રહી છે. કુલ 90 બેઠકોમાંથી 68 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે અને બીજેપી 17 બેઠકો પર સંકેલાતી દેખાઇ રહી છે. 

જોકે, હજુ સુધી એકપણ બેઠકનુ પરિણામ સામે નથી આવ્યું, પરંતુ કોંગ્રેસની બહુમત જોતા લાગી રહ્યું છે કે, 2003 બાદ એક વખત ફરીથી કોંગ્રેસ અહીંયા સત્તામાં આવી શકે છે. આ ઉપરાંત છત્તીસઢમાં મુખ્યમંત્રી કોણ બનશે તે સવાલ થઇ રહ્યો છે. 

અંબિકાપુર સીટથી મેદાનમાં ઉતરેલ કોંગ્રેસનાં મોટા નેતા ટીએસ સિંહદેવ પણ સીએમની ખુરશીનાં દાવેદાર જણાવવામાં આવી રહેલ છે. 2013થી તે નેતા વિપક્ષની ભૂમિકા નિભાવી રહેલ છે. 

આ વખતે તેઓ ઘોષણાપત્ર સમિતિનાં અધ્યક્ષ હતાં. અધ્યક્ષ રહેતા જે રીતે તેઓ સમાજનાં તમામ લોકો સુધી પહોંચ્યાં અને તેઓની રાયશુમારી કરીને ઘોષણાપત્ર તૈયાર કર્યો. તેની વધારે પ્રશંસા થઇ. તે રાહુલ ગાંધીનાં નજીકનાં માનવામાં આવી રહેલ છે.

ભૂપેશ બઘેલ હાલમાં પ્રદેશ અધ્યક્ષ છે. હવે જીત તો દમદાર છે તો કાર્યકર્તાઓ અને નેતાઓમાં દમ ફુંકવાનું કામ કરનારાઓને ઇનામની રાહ પણ હશે. એ પણ યાદ રાખવાનું રહેશે કે સીડી કાંડમાં જેલ જવા છતાં તેઓ લડતા રહ્યાં, ભાજપ પર હુમલાવર બન્યાં રહ્યાં. 

બઘેલને ઓબીસીનાં મોટા નેતા માનવામાં આવે છે. છત્તીસગઢમાં ઓબીસીની આબાદી અંદાજે 36 ટકા છે. તે અવિભાજિત મધ્યપ્રદેશમાં દિગ્વિજય સરકારમાં મંત્રી પણ રહી ચૂકેલ છે.

તામ્રધ્વજ સાહુ કોંગ્રેસની ઓબીસી વિંગનાં અધ્યક્ષ હોવાંને નાતે વર્ગ વિશેષમાં તેઓની ખૂબ પહોંચ છે. મોદી લહેરની વચ્ચે 2014માં તેઓ છત્તીસગઢથી કોંગ્રેસનાં એક માત્ર ચહેરા હતાં કે જે ચૂંટણી જીતવામાં સફળ રહ્યાં. આ વખતે ટિકિટની વહેંચણી બાદ, અસંતોષ અને નારાજગીને રોકવામાં તેઓની ખૂબ મોટી ભૂમિકા છે.

ડૉ. ચરણદાસ મહંત મધ્યપ્રદેશ સરકારમાં ગૃહમંત્રી અને યૂપીએ-2 રાજ્યમંત્રી રહી ચૂકેલ છે. પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ પણ તેઓને મુખ્યમંત્રીનાં પદનાં દાવેદાર જાહેર કર્યા હતાં.Recent Story

Popular Story