છત્તીસગઢનાં દંતેવાડામાં સુરક્ષાબળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ છે. ત્યારે સુરક્ષાબળનાં જવાનોએ બે નક્સલીઓને ઠાર માર્યા છે. ઠાર મરાયેલાં નક્સલીઓમાં એક મહિલાનો પણ સમાવેશ છે. તો સુરક્ષાબળનાં જવાનોએ નક્સલીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો પણ જપ્ત કર્યા છે. આ અથડામણ દંતેવાડાનાં સુકમા બોર્ડર પર થઈ હતી.

આ ઘટનાની વિગત એવી છે કે, મર્દાપાલ વિસ્તારમાં તેમનાં જંગલમાં ડીઆરજી અને એટીએફની ટીમ સાથે લગભગ 70થી પણ વધુ નક્સલીઓ સાથે સુરક્ષાબળની અથડામણ થઈ હતી. આ અથડામણ લગભગ બે કલાક સુધી ચાલી હતી. જો કે, જંગલનો ફાયદો ઉઠાવી નક્સલીઓ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યાં પણ સુરક્ષાબળને બે નક્સલીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક મહિનામાં નક્સલીઓનો આતંક સામે આવ્યો છે. ચૂંટણી ચાલી રહી ત્યારે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પણ નક્સલીઓ હુમલા કરી રહ્યાં છે.
SP Dantewada Abhishek Pallava says, "District Reserve Guard female commandos “Danteshwari Ladake” also took part in this encounter". 30 women including surrendered Naxals cadres or wives of surrendered cadres were recruited in the only woman DRG platoon in Dantewada.#Chhattisgarhhttps://t.co/pbzrP8Rezj
આ કાર્યવાહી ખાનગી સૂચના મળવા પર કરવામાં આવી છે. જ્યાર બાદથી ખુદને ઘેરાયેલ નક્સલીઓએ પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં બે નક્સલીઓ પણ ઠાર કરી દેવાયાં. એસપી દંતેવાડા અભિષેક પલ્લવે જણાવ્યું કે, આ અથડામણમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ મહિલા કમાન્ડો 'દંતેશ્વરી'એ પણ ભાગ લીધો. ડીઆરજીની આ મહિલા સરેન્ડર કરેલ મહિલા નક્સલી અથવા તો આત્મસમર્પણ કરવામાં આવેલ નક્સલીઓની પત્નીઓ શામેલ છે. જે નક્સલ રોધી અભિયાનમાં પ્રભાવી રૂપથી કામ કરી રહેલ છે.