બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Chhattisgarh: Bilaspur polling team broke EVM seal before election commission take action Lok Sabha Election 2019

ચૂંટણી / મતદાન પહેલાં જ અહીં EVMનું સીલ તોડી નખાતા ચૂંટણીકર્મીઓ પર એક્શન

vtvAdmin

Last Updated: 04:27 PM, 19 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢનાં બિલાસપુરમાં પોલિંગ પાર્ટી દ્વારા મોટી લાપરવાહી થઇ હોવાનો મામલો સામે આવ્યો. આને ચૂંટણી આયોગનાં દિશા-નિર્દેશ અનુસાર ઉલ્લંઘન માનવામાં આવે છે. જ્યાર બાદ અધિકારીઓએ કાર્યવાહી કરતા સંપૂર્ણ પોલિંગ પાર્ટીને બદલી નાખી છે.

EVM Seal Broken

છત્તીસગઢનાં બિલાસપુરમાં પોલિંગ પાર્ટી દ્વારા મોટી લાપરવાહી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં બિલાસપુરનાં ધુમારવી ઉપમંડળ અંતર્ગત આવનાર ભગેડ મતદાન કેન્દ્ર પર તૈનાત પોલિંગ પાર્ટીએ શનિવારનાં રોજ ઇવીએમનું સીલ તોડીને તેનો ટ્રાયલ શરૂ કરી દીધો. આને ચૂંટણી આયોગનાં દિશા-નિર્દેશ અનુસાર ઉલ્લંઘન માનવામાં આવે છે. જ્યાર બાદ અધિકારીઓએ કાર્યવાહી કરતા સંપૂર્ણ પોલિંગ પાર્ટીને બદલી નાખી છે.

ત્યારે દોષી મતદાનકર્મીઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. શશિપાલ શર્માએ જણાવ્યું કે, આ સંબંધમાં જિલ્લા નિર્વાચન અધિકારી અને જિલ્લાધિકારીને સૂચના આપી દેવામાં આવી છે. એસડીએમે જણાવ્યું કે, ભગેડ મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કર્મીઓની ટીમે શનિવારનાં રોજન ઇવીએમ સીલને તોડીને તેનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પર જનારી ટીમને ચૂંટણીઓથી પહેલાં જ પ્રશિક્ષિત કરવામાં આવે છે અને ચૂંટણી આયોગનાં દિશા-નિર્દેશોથી તેને વાકેપ કરાવવામાં આવે છે.

તેમ છતાં મતદાનકર્મીઓની ટીમ દ્વારા આટલી મોટી થયેલી લાપરવાહી સામે આવી છે. તમને જણાવી દઇએ કે 18 એપ્રિલનાં રોજ થયેલ મતદાન દરમ્યાન પણ આગરા લોકસભા ક્ષેત્રમાં મતદાનકર્મીઓની લાપરવાહીને ધ્યાને રાખતા ત્યાંનું મતદાન રદ કરી દેવામાં આવ્યું. હકીકતમાં આગરાનાં બૂથ 466 પર મતદાનકર્મીઓએ મતદાન દરમ્યાન એક ઇવીએમમાં ગરબડી આવવા પર તેને સ્ટ્રોંગ રૂમમાં જમા કરવાને બદલે ગોદામમાં જમા કરાવી દેવામાં આવ્યું હતું.

ચૂંટણી આયોગે ઇવીએમ જમા કરનાર અમીન સુનીલ ચૌહાણને સસ્પેન્ડે કરી દીધાં હતાં. આ સિવાય આગરાનાં પોલિંગ બૂથનાં એઆરઓ. એસીએમ પ્રથમ વિનોદ જોશીને કારણ જણાઓ નોટિસ જારી કરવામાં આવી. રવિવારનાં લોકસભાનાં સાતમા ચરણનું મતદાન થઇ રહ્યું છે. આ દરમ્યાન દેશનાં 8 રાજ્યોની 59 લોકસભા સીટોં પર વોટ નાખવામાં આવશે. 23મેનાં રોજ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત કરવામાં આવશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Action Bilaspur EVM seal broke Election Commission Lok Sabha Election 2019 chhattisgarh Elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ