બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / છઠ પૂજા પર આજે બેંકો ખુલ્લી રહેશે કે બંધ? જુઓ RBIનું રાજ્યવાર લિસ્ટ
Last Updated: 10:05 AM, 7 November 2024
આજે દેશભરમાં છઠ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઘણી જગ્યાએ જાહેર રજા આપવામાં આવી છે. RBIએ 7 નવેમ્બરે કેટલાક રાજ્યોમાં બેંકમાં રજા જાહેર કરી છે. આ દરમિયાન, ઘણી જગ્યાએ સતત 4 દિવસ સુધી બેંકોમાં કોઈ કામ નહીં કરવામાં આવે. RBIએ જે રાજ્યોમાં 7 નવેમ્બરે રજા જાહેર કરી છે તેમાં બિહાર, દિલ્હી, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ છે. આરબીઆઈની લિસ્ટ અનુસાર, આમાંના કેટલાક રાજ્યોમાં 7 નવેમ્બરે અને કેટલીક જગ્યાએ 8 નવેમ્બરે રજા રહેશે.
ADVERTISEMENT
છઠ પર ક્યાં અને કેટલા દિવસ બંધ રહેશે બેંક?
ADVERTISEMENT
દેશમાં 7 નવેમ્બરે છઠ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવાર નિમિત્તે ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. RBIના હોલિડે કેલેન્ડર મુજબ 7 નવેમ્બર અને 8 નવેમ્બરે બેંકોમાં કોઈ કામકાજ નહીં થાય. છઠ પૂજા નિમિત્તે 7 નવેમ્બરને ગુરુવારે બિહાર, દિલ્હી, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં બેંકો બંધ રહેશે. આ સિવાય 7 અને 8 નવેમ્બર (શુક્રવાર)ના રોજ બિહાર, ઝારખંડ અને મેઘાલયમાં બેંકોમાં રજા રહેશે.
નવેમ્બરમાં બીજી કેટલી રજાઓ છે?
નવેમ્બર મહિનામાં 7 અને 8 નવેમ્બર પછી પણ સતત બે દિવસ બેંકો બંધ રહેશે. કારણ કે 9 નવેમ્બરે મહિનાનો બીજો શનિવાર હશે અને તે પછી રવિવાર હશે. જણાવી દઈએ કે મહિનાના બીજા અને ચોથા શનિવારે તમામ બેંકોમાં રજા હોય છે. આ સિવાય નવેમ્બર મહિનામાં ઘણી રજાઓ છે.
આ પણ વાંચો: મકાન માલિક નહીં કરે દાદાગીરી, જો તમે પણ જાણતા હશો આ નિયમ, ભાડુઆત ખાસ નોટ કરી લે
ઉત્તરાખંડમાં 12 નવેમ્બરે ઉગાસ-બગવાલ નિમિત્તે બેંકો બંધ રહેશે. આ સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, હૈદરાબાદ-તેલંગાણા, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, બંગાળ, નવી દિલ્હી, છત્તીસગઢ, ઝારખંડ, હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ રહેશે. 15 નવેમ્બર, 18 નવેમ્બર અને 23 નવેમ્બર અને 24 નવેમ્બરે બેંકમાં રજાઓ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT