બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:57 AM, 7 November 2024
ગુરુવારે આસ્થાના મહાન તહેવાર છઠ્ઠનો ત્રીજો દિવસ છે. ગુરુવારે અસ્ત થતા સૂર્યને સાંજના અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કારતક માસના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે છઠ્ઠ પર્વની શરૂઆત નહાય ખાય સાથે થાય છે. પંચમીના દિવસે ખર્ણ, ષષ્ઠીના દિવસે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અને સપ્તમીના દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરીને વ્રતની સમાપ્તિ થાય છે. આ ચાર દિવસીય ઉત્સવમાં સૂર્ય અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરવો ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે કડક નિયમો અનુસાર આ ઉપવાસ 36 કલાક રાખવામાં આવે છે.
ADVERTISEMENT
છઠ્ઠ પૂજા ઉત્સવ 05 નવેમ્બર, 2024 ના રોજ શરૂ થયો હતો અને નવેમ્બર 08 ના રોજ સમાપ્ત થશે. ખાસ કરીને બિહારમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વ્રત બાળકોના સુખી જીવન માટે પ્રાર્થના કરવા માટે રાખવામાં આવે છે. છઠ્ઠનો તહેવાર ષષ્ઠી તિથિ એટલે કે ચતુર્થી તિથિના બે દિવસ પહેલા શરૂ થાય છે. છઠ્ઠના તહેવારમાં સૂર્ય ભગવાનને અર્પણ કરવાનું સૌથી વધુ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ છઠ પૂજાની તારીખો, અર્ઘ્યનો સમય અને પારણાનો સમય...
ADVERTISEMENT
છઠ્ઠ પૂજાનો સૌથી મહત્વનો દિવસ ત્રીજો દિવસ છે. આ દિવસે સાંજે અર્ઘ્ય કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઘાટ પર આવે છે અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. દ્રિક પંચાંગ મુજબ 7 નવેમ્બરે સૂર્યોદય સવારે 06:42 કલાકે અને સૂર્યાસ્ત સાંજે 05:48 કલાકે થશે. આ દિવસે ભક્તો કમર સુધી ઊંડા પાણીમાં ઉભા રહે છે અને અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે.
ચોથો દિવસ એટલે કે સપ્તમી તિથિ છઠ્ઠ મહાપર્વનો છેલ્લો દિવસ છે. આ દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ ઉપવાસ તોડવામાં આવે છે. 08 નવેમ્બરે ઉગતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવશે. દ્રિક પંચાંગ અનુસાર, ઉષા અર્ઘ્યનો સમય 08 નવેમ્બર 2024ના રોજ સવારે 06:38 કલાકે રહેશે. આ પછી જ 36 કલાકના ઉપવાસનો અંત આવશે. અર્ઘ્ય અર્પણ કર્યા પછી ભક્ત પ્રસાદનું સેવન કરીને ઉપવાસ તોડે છે.
વધુ વાંચો : કુંભ સહિત ત્રણ રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ, શનિદેવના દુર્લભ રાજયોગથી અપાર ધનલાભ
(Disclaimer: અહીંયા આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ અને માન્યતાઓ પર આધારિત છે. VTV ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરતુ)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.