બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 03:12 PM, 15 January 2020
મેઘના ગુલઝાર દિગ્દર્શિત છપાક રિલીઝ થયા પહેલા જ વિવાદમાં સપડાઈ હતી જયારે દીપિકા પાદુકોણ JNU પહોંચીને વિદ્યાર્થીઓને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. તેના આ પગલાંથી નારાજગી ફેલાઈ હતી અને લોકોએ આ કારણથી ફિલ્મ જોવાનું ટાળ્યું હતું તેમ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ખરાબ શરૂઆત પછી આ ફિલ્મે 5 દિવસમાં 22.25 કરોડનો વકરો કર્યો છે. દીપિકા પાદુકોણે આ ફિલ્મ માટે ટિપ્પણી આપતા કહ્યું હતું કે એસિડ હુમલાના પીડિતો માટે ઘણા NGO કાર્યરત છે અને દેશની જનતા તરીકે આ NGO અને પીડિતોના સમર્થન માટે સૌએ આ ફિલ્મ જોવી જ જોઈએ.
ADVERTISEMENT
અજય દેવગણ અને સૈફ અલી ખાન અભિનીત તાનાજી ધ અનસંગ વોરિયર બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. 5 જ દિવસમાં તોતિંગ 88.50 કરોડની કમાણી કરીને તાનાજી 2020ની પ્રથમ 100 કરોડ કમાનાર ફિલ્મ બનવા તરફ આગેકૂચ કરી રહી છે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે તાનાજી ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી દીધી છે. છત્રપતિ શિવાજી મહારાજ ના સેનાપતિ તાનાજીના શૌર્યપ્રદ જીવન ઉપર બનેલી આ ફિલ્મને દર્શકો મન ભરીને માણી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.