બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / છાવાની પહેલા જ દિવસે છપ્પરફાડ કમાણી, 17 રેકોર્ડ કર્યા ધ્વસ્ત, જાણો કેટલું કર્યું કલેક્શન
Last Updated: 11:22 PM, 14 February 2025
છત્રપતિ શિવાજી મહારાજના દીકરા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત ફિલ્મ છાવા રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં વિક્કી કૌશલ સંભાજી મહારાજના પાત્રમાં જોવા મળ્યો છે. ફિલ્મે રિલીઝ થતાં જ ઘણા મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ADVERTISEMENT
તો ચાલો જાણીએ કે ફિલ્મે ઓપનિંગ ડે પર કઈ-કઈ ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે અને કયા-કયા નવા રેકોર્ડ બનાવ્યા છે. આની પહેલા પુષ્પા 2 જ એવી ફિલ્મ હતી કે જે દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહી હતી. હવે લાગે છે કે વિક્કી કૌશલની ફિલ્મ પણ તે જ રસ્તે ચાલી રહી છે.
ADVERTISEMENT
છાવાએ પહેલા દિવસ તોડયા 8 ઈન્ડિયન ફિલ્મોના રેકોર્ડ
'છાવા' એ આ વર્ષે રિલીઝ થયેલી તમામ 8 હિન્દી અને સાઉથની ફિલ્મોના ઓપનિંગ ડે કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 'છાવા' પહેલા દિવસે ૩૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકી છે. સેસિન્લ્ક અનુસાર, આ અપડેટેડ ડેટા ફેરફાર થઈ શકે છે. 'છાવા' થી પાછળ રહી ગયેલી ફિલ્મોમાં નીચેની ફિલ્મોનો સમાવેશ થાય છે.
વિક્કી કૌશલે પોતાની તમામ જૂની ફિલ્મોના તોડયા રેકોર્ડ
શરૂઆતના દિવસના કલેક્શન મામલામાં વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા' એ તેની પાછલી બધી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મોનું આખું લિસ્ટ નીચે આપેલ છે. નીચે આપેલુ લિસ્ટ જોઈને તમે સમજી શકો છો કે તેની ઉરી અને બેડ ન્યૂઝની શરૂઆત શ્રેષ્ઠ રહી છે. પરંતુ હવે 'છાવા' વિક્કી કૌશલની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.
છાવાએ એડવાન્સ બુકિંગના મામલામાં પણ તોડ્યા આ ફિલ્મોના રેકોર્ડ
છાવાએ એડવાન્સ બુકિંગના મામલામાં ગત વર્ષે અને આ વર્ષે રિલીઝ થયેલી બધી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. છાવા એ 7 લાખ 76 હજારથી વધારે ટિકિટો પહેલા જ વેચી હતી. જે ફિલ્મોને વિક્કી કૌશલની ફિલ્મોને પછાડી છે તેમાં નીચે આપેલી મોટી ફિલ્મો પણ શામેલ છે. ટોપ 10 ની આ લિસ્ટમાં માત્ર સ્ત્રી 2 છાવા કરતાં આગળ છે જેની લગભગ 9 લાખ 26 હજાર ટિકિટો વેચાઈ હતી. આ ડેટા કોઈ મોઈની રિપોર્ટમાંથી લેવામાં આવ્યો છે.
વધુ વાંચો : VIDEO: વાયરલ મોનાલીસા ફિલ્મ માટે ઉપડી, પહેલી વખત પ્લેનમાં બેઠી, ત્રણ મહિના ટ્રેનિંગ લેશે
વેલેન્ટાઈન ડે પર રીલીઝ થયેલી સૌથી મોટી ફિલ્મ બની છાવા
આ ફિલ્મે વેલેન્ટાઇન ડેના મોકા પર રીલીઝ થયેલી બીગેસ્ટ ઓપનર બની ગઈ છે. આની પહેલા રણવીર સિંહની ગલી બોય પાસે આ ટાઇટલ હતું તેને વેલેન્ટાઇન ડેના મોકા પર 19.40 કરોડ રૂપિયા કમાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.