એસિડીટીમાંથી કાયમી છૂટકારો મેળવવા માટે ખાવો મુખવાસમાં આ વસ્તુ

By : juhiparikh 02:08 PM, 08 November 2018 | Updated : 02:08 PM, 08 November 2018
શું તમને પણ છાતી કે પટેમાં બળતરા થતી હોય તેવું લાગ્યા કરે છે? તમારા શરીરમાં એસિડનું પ્રમાણ વધી જાય ત્યારે આવું થાય છે. છાતીની આ બળતરાને એસિડીટી કહેવાય છે. એસિડીટી અને ગેસની સમસ્યા વકરે તો વ્યકિત અસ્વસ્થતા અનુભવે છે. 

વધારે પડતા તીખા-તળેલા પદાર્થ ખાવાથી, ઓછો શારીરિક શ્રમ, ખાવા-પીવાના સમયની અનિશ્ચિતા, વધારે પડતો દારૂ  પીવો અને સ્ટ્રેસ વગર કારણસર એસિડિટી થઇ શકે છે. આજે અમે તેમને એવા ઘરેલૂ ઉપચાર બતાવવા જઇ રહ્યા છીએ જેનાથી એસિડીટી નહી થાય..

માથાનો દુખાવો હોય કે દાંતનો દુખાવો, લવિંગ આ બધામાં જ ખૂબ જ રાહતદાયક પુરવાર થાય છે. તમને નવાઈ લાગશે કે તીખુ લાગતુ લવિંગ એસિડીટીમાં પણ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. જો તમે જમ્યા પછી લવિંગ ખાવાની આદત પાડશો તો એસિડીટીની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળી જશે. 

લવિંગમાં રહેલા તત્વો ખોરાકને અન્નનળીમાંથી આંતરડા સુધી પહોંચાડવાની પ્રક્રિયાની સ્મૂધ બનાવી દે છે. લવિંગને કારણે મોંમાં વ્યવસ્થિત લાળ બને છે જેને કારણે પાચન સુધરે છે અને તરત જ એસિડીટીમાં રાહત મળે છે. 

જો પેટના કોઈ ભાગમાં સોજો હોય અથવા તો ગેસ થઈ ગયો હોય તો તેમાં પણ લવિંગ રાહત આપે છે. જેને કારણે છાતીમાં બળતરા, એસિડીટી અને અપચાની સમસ્યામાં રાહત મળે છે. લવિંગમાં ક્ષાર તત્વો વાયુ પેદા કરે છે આ કારણે તે પાચનતંત્રમાં વધુ પડતા એસિડનું ઉત્પાદન અટકાવે છે પેટમાં ગેસ થવા દેતું નથી. 

કેવી રીતે કરશો ઉપયોગ?

જમ્યા પછી લવિંગને ચાવીને ખાવ. આમ કરીને લવિંગનો રસ તમારા મોંમા છૂટશે. થોડી વખત રસને મોંમાં રહેવા દો. આમ કરવાથી તમને એસિડીટીમાં તરત જ રાહત અનુભવાશે. જમ્યા પછી નિયમિત લવિંગ ચાવવાની આદત પાડશો તો કાયમી રીતે એસિડીટીમાંથી છૂટકારો મળશે.Recent Story

Popular Story