બ્રેકિંગ ન્યુઝ
VTV / Health / આરોગ્ય / છાતીમાં દુ:ખાવાની સાથે આ લક્ષણો દેખાય તો ચેતજો! ગમે ત્યારે આવી શકે હાર્ટ એટેક
Last Updated: 05:13 PM, 12 June 2024
છાતીમાં દુખાવો થાય તો તેને ગંભીરતાથી લેવાની સવાહ આપવામાં આવે છે. કારણ કે તેનો સંકેત હાર્ટ એટેક સાથે જોડાયેલો છે. દર વર્ષે લાખો લોકો છાતીમાં દુખાવાની ફરિયાદ થવા પર હોસ્પિટલમાં દાખલ થાય છે.
ADVERTISEMENT
ઘણી વખત હેલ્થ એક્સપર્ટ્સ છાતીના દુખાવાને સીરિયસલી લેવાની સલાહ આપે છે. પરંતુ આમ જોવા જઈએ તો છાતીનો દુખાવો દર વખતે હાર્ટ એટેકનું કારણ નથી હોતો. ઘણી વખત છાતીમાં બીજા કારણોથી પણ દુખાવો થઈ શકે છે. જાણો છાતીમાં દુખાવાના કારણ કયા કયા હોઈ શકે છે અને ક્યારે આ દુખાવો હાર્ટ એટેકનું લક્ષણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
કેમ થાય છે છાતીમાં દુખાવો?
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર છાતીમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં પેનિક એટેક, ગેસ બનવો, મસલ્સ પેન કે એસિડિટી પણ શામેલ છે. જો છાતીમાં દુખાવાની સાથે સાથે છાતીમાં બળતરા થઈ રહી હોય તો ગેસનો સંકેત હોઈ શકે છે. તેના માટે તમને ગેસની દવા લેવી જોઈએ. જો દવા બાદ તમને દુખાવો અને બળતરાથી આરામ મળે તો તે ગેસનો દુખાવો માની શકાય છે.
જો છાતીમાં દુખાવો, ભારે લાગવા જેવી સમસ્યા થાય તો તેનો મતલબ છે કે પાચન તંત્ર ખરાબ છે. એવામાં વોક કરો, ડાયેટમાં ફેરફાર કરો અને લાઈફસ્ટાઈલ સુધારવાની જરૂર છે. ઘણી વખત મસલ્સ પેનના કારણે પણ છાતીમાં દુખાવો થાય છે. છાતી પર હાથ લગાવવા પર આ દુખાવો વધી જાય છે. એવામાં દુખાવાને મસલ્સ પેન સમજીને તેની સારવાર કરવી જરૂરી છે.
વધુ વાંચો: બેંકમાં FD કરાવતા લોકો માટે સારા સમાચાર, SBI સહિત 4 બેંકમાં વધારે વ્યાજનો ફાયદો
ક્યારે મળે છે હાર્ટ એટેકનો સંકેત
જો તમને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે અને આ દુખાવો છાતીથી તમારા ડાબા હાથમાં પહોંચી રહ્યો છે તો તેને ગંભીરતાથી લેવો જોઈએ. છાતીને દબાવવા પર પણ આ દુખાવામાં કોઈ ફેર નથી પડતો. આવી કંડીશનમાં પરસેવો આવે છે અને છાતી પર પ્રેશર ફીલ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.