બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / છાતીમાં થઈ રહી છે બળતરા? તો ડૉક્ટર પાસે દોડજો, કેન્સરનો હોઈ શકે ઈશારો
Last Updated: 08:21 PM, 16 July 2024
જો તમને છાતીમાં બળતરા થતી હોય તો તેને નજરઅંદાજ ન કરો. તે લંગ કેન્સરના સંકેત હોય શકે છે. લંગ કેન્સર એક ગંભીર બીમારી છે પરંતુ જો સમયસર તેની સારવાર કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે. છાતીમાં બળતરા સિવાય ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, વજન ઘટવું અને થાક જેવા લક્ષણો પણ લંગ કેન્સરના હોય શકે છે. જો આ લક્ષણ લાંબા સમય સુધી રહે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.
ADVERTISEMENT
લંગ કેન્સરના સામાન્ય લક્ષણ
લંગ કેન્સરના કેટલાક સામાન્ય લક્ષણો હોય છે જેમાં છાતીમાં બળતરા, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, વજન ઘટવું અને થાક સામેલ છે. જો આમાંથી કોઈપણ લક્ષણ લાંબા સમય સુધી દેખાય તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો.
ADVERTISEMENT
છાતીમાં બળતરા કેમ થાય છે
છાતીમાં બળતરાના ઘણા કારણો હોય શકે છે, જેમ કે એસિડિટી, હાર્ટબર્ન અથવા અન્ય પેટની સમસ્યા. પરંતુ જો સતત બળતરા થતી હોય તો તે લંગ કેન્સર હોય શકે છે.
શું કરવું
ડૉક્ટરનો સંપર્ક કરવોઃ- જો તમને સતત છાતીમાં બળતરા થઈ રહી હોય તો તેને નજરઅંદાજ ન કરો. તરત ડૉક્ટરનો સંપર્ક કરવો અને નિદાન કરવાવું તેમજ જરૂરી ટેસ્ટ કરાવવા. કેમ કે, આ બળતરા કોઈ ગંભીર સમસ્યાના કારણે થઈ શકે છે તેથી નિયમિત તપાસ કરાવવી જરૂરી છે.
વધુ વાંચોઃ- લાઈટબિલ સાવ ઓછું થઈ જશે, આ 5 કામ કરી નાખો, ચોથું તો ભૂલતા જ નહીં
યોગ્ય જાણકારી પ્રાપ્ત કરવીઃ- લંગ કેન્સર વિશે યોગ્ય જાણકારી રાખવી જોઈએ. જેમ કે, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને વજન ઘટવું આ બધા લક્ષણો લંગ કેન્સરના હોય છે.
ધ્રુમપાન કરવાનું ટાળવુંઃ- જો તમે સ્મોકિંગ કરતા હોવ તો બંધ કરો. ધૂમ્રપાન લંગ કેન્સરનું સૌથી મોટું કારણ છે.
હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવીઃ- દરરોજ વ્યાયામ કરો, બેલેન્સ ડાયટ લો અને તણાવથી દૂર રહવું. તે તમારી હેલ્થ માટે ફાયદાકારક હશે.
પ્રદૂષણથી બચવુંઃ- વાયુ પ્રદૂષણથી તમારા ફેફસાને બચાવવાનો પ્રયાસ કરો. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સાફ અને શુદ્ધ હવામાં શ્વાસ લો. બહાર જતા સમયે માસ્ક પહેરવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.