Chennai college students fall off bus roof while celebrating bus day
જોખમી મુસાફરી /
આ એક જ વીડિયો હાલમાં આખા ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે
Team VTV03:15 PM, 18 Jun 19
| Updated: 03:59 PM, 18 Jun 19
આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનું એક મોટુ ટોળું એક બસની છત પર બેસીને મુસાફરી કરી રહ્યું હતું. ત્યારે બસની આગળ જઈ રહેલા એક બાઈક ચાલકે બ્રેક મારતા બસચાલકે પણ એકાએક બ્રેક મારી હતી. ત્યારે બસ પર બેસેલા 20થી વધુ વિદ્યાર્થીઓ જમીનદોસ્ત થયા હતાં. જો કે, આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હોતી. પરંતુ આ ઘટના ઘણો મોટો પાઠ શીખવાડી જાય છે.
ચેન્નાઈ (Chennai) માંથી વિદ્યાર્થીઓ માટે એક ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. આપણે મોટા ભાગે જોઈએ છે કે કેટલાંક વિદ્યાર્થીઓ (Students) શાળા કે કોલેજ જતી વખતે બસની બહાર લટકતા હોય છે. ત્યારે આવી મુસાફરી કેટલી જોખમી હોઈ શકે છે તે આ વીડિયો જોઈને તમને ખ્યાલ આવી જશે. આ ઘટના ચેન્નાઈનાં અયનાવરમ વિસ્તારની છે. એક બસમાં જગ્યાનાં કોલેજનાં વિદ્યાર્થીઓ બસની છત પર જઈને બેઠા હતાં.
#WATCH College students in Chennai sit & climb on top of moving buses and hang from window bars of a bus during Bus Day celebrations, yesterday; Police detained 24 students in connection with the incident. pic.twitter.com/TI77ogTNxc
આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનું એક મોટુ ટોળું એક બસની છત પર બેસીને મુસાફરી કરી રહ્યું હતું. ત્યારે બસની આગળ જઈ રહેલા એક બાઈક ચાલકે બ્રેક મારતા બસચાલકે પણ એકાએક બ્રેક મારી હતી. ત્યારે બસ પર બેસેલા 20થી વધુ વિદ્યાર્થીઓ જમીનદોસ્ત થયા હતાં.
જો કે, આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હોતી. પરંતુ આ ઘટના ઘણો મોટો પાઠ શીખવાડી જાય છે. બસમાં જગ્યા ના હોવાંથી બસનાં ડ્રાઈવર અને કંડક્ટરે મનાઈ કરી હોવા છતાં આ વિદ્યાર્થીઓ બસની છત પર ચડ્યા હતાં અને કોલેજનું નામ લઈને બૂમો પાડી રહ્યાં હતાં અને ડાન્સ કરતા હતા. ત્યારે અચાનક જ બસની બ્રેક વાગતા દુર્ઘટના સર્જાઈ હતી.
કંડક્ટર અને બસચાલકે ના પાડી હોવા છતાં તેઓ બસ પરથી ઉતરવા માટે તૈયાર ન હોતા. તેઓ મુસાફરી દરમ્યાન આખા રસ્તે કોલેજનાં નામનાં નારા લગાવતા રહ્યાં. બસની આગળ પણ બાઇક પર કોલેજનાં કેટલાંક વિદ્યાર્થીઓ ચાલી જઇ રહ્યાં હતાં.
ત્યારે એકાએક બસ રોકાઇ એટલે કે બ્રેક મારી અને એકાએક બસની ઉપર રહેલાં વિદ્યાર્થીઓ નીચે પડી ગયા. જો કે સદનસીબે કોઇ મોટી જાનહાનિ નથી થઇ પરંતુ કેટલાંક વિદ્યાર્થીઓને સહેજ ઇજા થઇ છે અને કેટલાંકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જો કે આ મામલે હાલ પૂરતા 24 વિદ્યાર્થીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.