ડ્રાઈવરે મિત્રને ટ્રાન્સફર કર્યાં 21,000 પણ પછી બેન્કે પાછા લઈ લીધા
તમિલનાડુના ટેક્સી ડ્રાઈવર રાજકુમાર સાથે અચાનક રુપિયા આવવા-જવાની એક ચોંકાવનારી ઘટના બની છે. કેબ ડ્રાઇવરના બેંક ખાતામાં અચાનક 9000 કરોડ રૂપિયા આવી ગયા? પહેલી નજરે તો કેબ ડ્રાઇવર માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. આ મામલો ચેન્નઈનો છે. ચેન્નઈમાં એક કેબ ડ્રાઈવર રાજકુમારનું તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં બેંક એકાઉન્ટ છે. 9 સપ્ટેમ્બરે રાજકુમારને એક મેસેજ મળ્યો હતો કે તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકે તેના ખાતામાં 9000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. મેસેજ વાંચીને ડ્રાઈવર દિમાગ ચકરાઈ ગયું તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આટલી મોટી રકમ બેન્ક તેને આપી શકે. પરંતુ વાત સાચી હતી.
21000 મિત્રને ટ્રાન્સફર કરીને ખાતરી કરી
શું ખરેખર તેના ખાતામાં 9000 કરોડ આવ્યાં છે તે વાતની ખાતરી કરવા માટે ટ્રેક્સી ડ્રાઈવર રાજકુમારને તરત એક મિત્રના ખાતામાં 21,000 રુપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું જે સફળ રહ્યું. તેને તો એમ કે હવે વાંધો નહીં. આખી જિંદગીની ગરીબી મટી જશે પરંતુ તેનો આનંદ નજીવો નીવડ્યો.
બેન્કે ભૂલથી ટ્રાન્સફર કર્યાં, ખબર પડતાં તરત કર્યાં ડેબિટ
તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક ભૂલથી તેના ખાતેદાર રાજુકમારના ખાતામાં 9000 કરોડ ટ્રાન્સફર કર્યાં હતા પરંતુ જેવી બેન્કને ભૂલ સમજાઈ કે તરત તેણે બેલેન્સ કાપી લીધું હતું જોકે 21,000નું શું થયું તેની કોઈ માહિતી નથી કારણ કે રાજકુમાર ખાતરી કરવા મિત્રના ખાતામાં 21,000 ટ્રાન્સફર કર્યાં હતા.
બીજા એક ગ્રાહકના ખાતામા આવ્યા હતા 13 કરોડ
ગયા વર્ષે આવા જ એક કિસ્સામાં, એચડીએફસીના ગ્રાહકોને એક સંદેશ મળ્યો હતો જેમાં તેમના બેંક ખાતાઓમાં વધેલું બેલેન્સ બતાવવામાં આવ્યું હતું. કેટલાક ખાતાઓમાં 13 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ પણ જમા કરવામાં આવી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ગ્રાહકે ચેન્નઈ પોલીસને જાણ કરી કે તેનું બેંક ખાતું હેક થઈ ગયું છે. ત્યારબાદ પોલીસે બેંકની શાખાના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો, જેમણે જણાવ્યું હતું કે, આ મેસેજ ભૂલથી મોકલવામાં આવ્યા હતા.