બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કચ્છમાં પૂર્વ કચ્છ ACB ટ્રેપમાં વધુ એક લાંચ લેતો કર્મચારી ઝડપાયો

logo

IPL 2024 Qualifier 1 KKR vs SRH: SRHએ જીત્યો ટોસ, KKR સામે પ્રથમ બેટિંગ, પ્રથમ દાવમાં બનાવ્યા 159 રન

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ

logo

ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત

logo

દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ

logo

જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર

logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

VTV / ગુજરાત / અમદાવાદ / Chemical Water Oil Pollution people Ahmadabad municipal corporation

અમદાવાદ / કેમિકલના પાણી-ઓઇલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, ઉગ્ર રજૂઆત બાદ તંત્ર હરકતમાં

vtvAdmin

Last Updated: 12:57 PM, 3 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરના દાણીલીમડા-બહેરામપુરા વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો ધમધમતા હોઈ તેના દૂષિત પાણીને જાહેર રોડ પર છોડવાથી લોકો ભારે હાલાકી ભોગવે છે. તંત્ર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ આ અંગે વારંવાર રજૂઆત કરાયા બાદ પણ કેટલાક હપ્તાખાઉ અધિકારીઓના કારણે કેમિકલના ધંધાર્થીઓ સામે કોઈ પગલાં લેવાતાં નથી.

જોકે સ્થાનિક લોકોએ મ્યુનિ. કચેરીમાં હોબાળો મચાવતાં છેવટે તંત્ર હરકતમાં આવ્યું હતું અને પ્લાસ્ટિકની ત્રણ ફેકટરીને સીલ મારીને રપ હજારનો દંડ વસૂલ્યો હતો. શહેરમાં ખાસ કરીને પૂર્વ પટામાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા કેટલાક અધિકારીઓ અને ધંધાર્થીઓની મિલીભગતને સતત વકરતી જાય છે.

નિકોલ અને વસ્ત્રાલમાં લોકોનાં ઘરનાં નળમાં લાલ રંગનું રગડા જેવું કેમિકલયુક્ત પાણી વહેતું હતું. જાહેર રસ્તા પર કેમિકલયુક્ત પાણી ઠલવાતા હોઈ તેમાંથી પસાર થતા લોકોને ચામડીના રોગ પણ થાય છે.

ખાસ કરીને ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણીનાં ટેન્કરો રાત્રીના સમયે ઠાલવવાની પ્રવૃત્તિ આજે પણ જોરશોરથી ચાલુ છે. અમુક લેભાગુ ધંધાર્થીઓ પોતાના કેમિકલયુક્ત પાણીને તંત્રની ડ્રેનેજ લાઇન કે સ્ટ્રોમવોટર લાઇનમાં બેધડક ઠાલવે છે.

આ તમામ પ્રવૃત્તિના  મ્યુનિસિપલ તંત્રના ઈજનેર વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓનો સહયોગ સતત મળતો હોઇ સરવાળે તો સ્થાનિક લોકોને પરેશાન થવું પડે છે. બહેરામપુરા-દાણીલીમડા વિસ્તાર પણ કેમિકલયુક્ત પાણીના ત્રાસથી વર્ષોથી કુખ્યાત છે.

આ વિસ્તારમાં ધમધમતી ફેકટરીઓના માલિકોના તંત્ર સાથેના વહીવટના કારણે લોકો તોબા પોકારી ગયા છે. તાજેતરમાં આ સમસ્યાએ સિટીઝનનગર,અસરગ્રસ્ત કોલોની પાસે ઉગ્ર રૂપ ધારણ કરતાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સ્થાનિક કોર્પોરેટર શહેજાદ પઠાણ ઉર્ફે સનીબાબા અને બહેરામપુરા વોર્ડના કોંગ્રેસ ના માઈનોરિટી સેલના પ્રમુખ જાવેદ શેખના નેતૃત્વ હેઠળ સેંકડો લોકોએ દક્ષિણ ઝોનની કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો.

સ્થાનિક લોકોની રજૂઆતના પગલે તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને દક્ષિણ ઝોનના સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સ્ટાફે સન પોલિકાસ્ટર, આર.પી. પ્લાસ્ટિક અને એ.એફ મેટલ નામના ત્રણ એકમો પર ત્રાટકીને તેને સીલ માર્યાં હતા.

આ અંગે વધુ માહિતી આપતા સોલિડવેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેકટર હર્ષદ સોલંકી કહે છે કે તંત્રનું અખાદ્ય લાઈસન્સ મેળવ્યા વિના તેમજ તેને રિન્યુ કરાયાં વિના ધંધો કરતા આ એકમો પર દરોડા પડાયા હતા અને પ્રતિ એકમ રૂ.રપ હજારનો દંડ વસૂલાયો હતો.

જ્યારે જાવેદભાઇ કહે છે કે, અમારી સાથે તંત્રની ટીમ અમારા વિસ્તારમાં આવી હતી પરંતુ મ્યુનિ. સ્ટાફને જોઇને કેમિકલયુક્ત પાણી, ઓઇલ વગેરેને રોડ પર ઢોળીને લોકોને મુશ્કેલીમાં મૂકનાર ધંધાર્થીઓ રફુચક્કર થઇ ગયા હતા. જોકે અમને મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં તંત્ર પોતે ફરિયાદ કરશે તેવી ખાતરી આપી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ