બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Chemical water erupted with sewage water in Ramol, Ahmedabad
Ronak
Last Updated: 03:09 PM, 29 October 2021
ADVERTISEMENT
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહીશો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. તેના પાછળનું કારણ છે કે અહીયા રહેણાંક વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ ગયા છે. આ કેમિકલ યુવક પાણીને લઈને રહીશો ત્રસ્ત થઈ ગયા છે. સાથેજ ઘરની બહાર નીકળતા પણ વિચારી રહ્યા છે.
ADVERTISEMENT
કેમિકલવાળું પાણી બહાર ઉભરાયું
આપને સાંભળીને નવાઈ લાગશે કે ડ્રેનેજ લાઈનમાંથી આ પાણી નીકળી રહ્યું છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ મારી રહી છે. સાથેજ લોકો આ રસ્તેથી નીકળતા પણ હવે ડરી રહ્યા છે. જ્યાથી આ કેમિકલ વાળું પાણી બહાર આવી રહ્યું છે ત્યા આસપાસ રહેતા રહીશોને હવે બિમારીનો ડર લાગી રહ્યો છે.
લોકોમાં હવે બિમારીનો ભય ફેલાયો
એકતરફ દિવાળી આવી રહી છે. ત્યારે ઘરની નજીકમાં ગટરમાંથી કેમિકલવાળુ પુાણી નીકળી રહ્યું છે. જેના કારણે આસપાસના લોકોને હવે બિમારીનો ભય લાગી રહ્યો છે. ગટરમાંથી કેમિકલ વાળું પાણી ઉભરાઈ રહ્યું છે જેમા રામોલ ગામ તરફ જવાના રસ્ચા પર આ ગંદુ પાણી ઉભરાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
જવાબદાર સામે કાર્યવાહીના આદેશ અપાયા
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ફેક્ટરી અને કંપનીઓના માલિકો કેમિકલયુક્ત પાણી ગટરમાં છોડી રહ્યા છે. જેમા તે પાણી ગટરમાંતી ઉભરાઈને બહાર આવી રહ્યું છે. સમગ્ર મામલે હેલ્થ કમિટીના નાયબ ચેરમેન પ્રકાશ ગુર્જરેને માહિતી મળતા તેમણે જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે સૂંચના આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.