બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:39 PM, 27 February 2025
OMG NEWS: દુબઈમાં ઘણા ધનવાન લોકો રહે છે. કે તેમને પૈસો ક્યાં વાપરવો તે ખબર નથી હોતી. એટલે જ તો એવા શોખ તેમના હોય છે જે તમે વિચાર્યા પણ ન હોય. જી હાં તે લોકો સરળતાથી એવા પ્રાણીઓને પાળીને ઘરમાં રાખે છે જેને તમે જીવનભર કદાચ નજરે જોયો પણ ન હોય. હવે આ વીડિયો પર એક નજર નાખો જેમાં એક ચિત્તો દુબઈના શેખોની મિજબાનીનો ભાગ બનતો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
દુબઈના શેખો તેમની સંપત્તિ માટે વિશ્વભરમાં જાણીતા છે અને દરરોજ આને લગતી કોઈને કોઈ વાત લોકોમાં વાયરલ થાય છે. જોકે, ઘણી વખત તે આપણી સામે આવે છે, જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે., આ વીડિયોમાં શેખો તેમના પાળતુ ચિત્તાની સાથે મિજબાની માણતા નજર આવી રહ્યાં છે... તમને વિશ્વાસ નહીં થાય પણ આ સાચુ છે. આ જોયા પછી તમે દંગ રહી જશો કારણ કે કોઈએ ક્યારેય આવી વાત નહીં વિચારી હોય.
— Chintan Chavda (@Chavda63709Vtv) February 27, 2025
ADVERTISEMENT
આ વાયરલ વીડિયોમાં, શેખ બિરયાનીનો આનંદ માણી રહ્યા છે અને આ દરમિયાન તેમનો પાલતુ ચિત્તો ત્યાં પહોંચી જાય છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 76 લાખથી વધુ વ્યુઝ આવી ગયા છે. અને હજારો કેમેન્ટસ આવી છે. વીડિયો જોયા પછી, એક યુઝરે કમેન્ટ કરી અને લખ્યું, 'આ વીડિયો જોયા પછી મને સમજાતું નથી કે આ શોખ છે કે ક્રેઝ.' જ્યારે બીજાએ લખ્યું, 'આ શેખો માટે, તે ચિત્તો નથી પણ મોટી બિલાડી છે.' બીજાએ વિડિઓ પર કમેન્ટ કરી અને લખ્યું કે અમીર લોકો માટે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી.
વીડિયોમાં, તમે જોઈ શકો છો કે શેખોનું એક જૂથ થાળીમાં રાખેલી બિરિયાની અને અન્ય માંસાહારનો આનંદ માણી રહ્યું છે. આ દરમિયાન, એક ચિત્તો ત્યાં પહોંચે છે અને તે થાળીમાં સુંગધ લે છે. જે પછી ત્યાં હાજર શેખ તેની પાલતુ બિલાડીને એક અલગ ઇનામ આપે છે. પછી તે સ્વાદનો આનંદ માણે છે અને શેખો સાથે ખાવાનું શરૂ કરે છે. આ વીડિયો જોયા પછી, લોકો કહેવા લાગ્યા કે આમનો ચિત્તો પણ મિજબાનીનો લુત્ફ ઉઠાવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.