LPG સિલિન્ડરનાં વધતા ભાવમાં મોટો સવાલ એક છે કે આ મહિને ગ્રાહકોને સબસીડી મળશે કે નહીં. જો મળશે તો પણ કેટલી મળશે. આટલુ જાણવામાં ફક્ત અમુક મિનિટ લાગશે, જાણો કેવી રીતે.
મોબાઈલ દ્વારા પણ સબસીડીનું સ્ટેટસ જાણી શકો છો
એલપીજી ગેસનાં સિલિન્ડરમાં સતત વધારો થઈ રહ્યો છે
દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 769 રુપિયા પહોંચી
બે રીતે ચેક કરી શકશો સબસીડી સ્ટેટસ
સબસીડી ચેક કરવાની બે રીતો છે. પહેલી ઈન્ડેન, ભારત ગેસ કે એચપીની સાથે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા અને બીજી છે એલપીજી આઈડી દ્વારા જે આઈડી તમારા ગેસ પાસબુકમાં લખેલ હોય છે.
ઈન્ડેન એલપીજી સબસીડી ચેક કરવાની રીત - પહેલા IOCની ઓફિશિયલ વેબસાઈટ indianoil.in પર જાઓ - એલપીજી સિલિંન્ડરની ફોટો પર ક્લિક કરો, એક કમ્પ્લેન્ટ બોક્સ ખુલશે જ્યાં લખો subsidy status અને proceed બટન પર ક્લિક કરો - subsidy related (PAHAL)નાં વિકલ્પ પર ક્લિક કરો. નીચે લખ્યુ હશે subsidy not received તેના પર ક્લિક કરો. - એક નવો ડાયલોગ બોક્સ ખુલશે, જ્યાં પર 2 ઓપ્શન હશે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એલપીજી આઈડી - જો તમારું ગેસ કનેક્શન મોબાઈલ સાથે લિંક્ડ છે તો તેને પસંદ કરો, જો નથી તો 17 ડિજિટનો એલપીજી આઈડી નાંખો - એલપીજી આઈડી નાંખ્યા બાદ વેરિફાય કરો અને સબમીટ કરો - બુકિંગની તારીખ જેવી કોઈ જાણકારીઓ ભરો, ત્યારે સબસીડીની માહિતી તમને મળશે - તમે ઈચ્છો તો કસ્ટમર કેર નંબર 1800-233-3555 પર પણ જાણકારી મેળવી શકો છો
કોમન વેબસાઈટ થકી ચેક કરી શકો છો
- તમે http://mylpg.in/ પર જઈ શકો છો
- તમારો 17 ડિજિટનો એલપીજી આઈડી ભરો
- રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ભરો, કેપ્ચા કોડ ભરો અને આગળ વધો
- એક ઓટીપી તમારા ફોન પર આવશે
- આગામી પેજ પર તમારુ ઈમેલ આઈડી લખીને પાસવર્ડ જનરેટ કરો
- ઈમેલ પર એક એક્ટિવેશન લિંક આવશે તેનાં પર ક્લિક કરો
- લિંક ક્લિક કતા જ તેમારું એકાઉન્ટ એક્ટિવેટ થઈ જશે ત્યારબાદ તમે mylpg.in પર જઈને લોગઈન કરો
- જો તમારુ આધાર કાર્ડ એલપીજી એકાઉન્ટ સાથે લિંક છે તો તેનાં પર ક્લિક કરો
- ત્યારબાદ view cylinder booking history/subsidy transferredનો વિકલ્પ દેખાશે
- જ્યાં તમને ખબર પડશે કે સબસીડી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે કે નહીં. ઘરગથ્થા ગેસ પર સબસીડી તે લોકોને જ મળે છે જેમની ઈન્કમ વાર્ષિક 10 લાખથી ઓછી છે. જો પતિ અને પત્ની મળીને પણ 10 લાખ કમાય છે તો પણ સબસીડી નહીં મળે.
ફેબ્રુઆરીમાં બે વખત ઝટકા
ઘરગથ્થા ગેસનાં ગ્રાહકોને આ મહિને ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ બે વાર ઝટકો આપ્યો છે. પહેલા ચાર ફેબ્રુઆરીએ મેટ્રો શહેરોમાં ઈન્ડેન, એચપીનાં સબસીડી વગરનાં એલપીજી સિલિંન્ડરની કિંમતમાં 25 રુપિયાનાં વધારો કર્યો ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ સિલિંન્ડરની કિંમતમાં 50 રુપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો. હવે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની દિલ્હીમાં કિંમત 769 રુપિયા થઈ ગઈ છે. અત્યારસુધી રાજધાની દિલ્હીમાં રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 719 રુપિયા હતી.
ફોટો-ANI
ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં 175 રુપિયાનો વધારો
જુલાઈથી લઈને નવેમ્બર સુધી સબસીડી વગરનાં એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી આવ્યો. ગત વર્ષ મેમાં ગ્રાહકોને સબસીડી નહોતી મળી. મેથી નવેમ્બર સુધી સબસીડી અને સબસીડી વગરનાં રસોઈ ગેસ સિલિંન્ડરની કિંમત એક થઈ ગઈ છે. જેનાં લીધે લોકને સબસીડી નહોતી મળી રહી. ડિસેમ્બર મહિનામાં રસોઈ ગેસનાં સિલિન્ડરની કિંમતોમાં બે વખત વધારો કરીને 100 રુપિયા વધારો કર્યો. હવે ફેબ્રુઆરીમાં બે વખત વધારો કરીને તેને 75 રુપિયા કરી દીધો છે.
સબસીડીમાં થઈ રહ્યો છે સતત ઘટાડો
રસોઈ ગેસ સિલિંન્ડર પર સબસિડીમાં છેલ્લા એક વર્ષમાં સતત કપાત જોવા મળી રહ્યાં છે તે દરમિયાન સબસીડી વાળા સિલિંન્ડર મોંઘા થઈ ગયા અને સબસીડી શૂન્ય થઈ ગઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગત વર્ષે જુલાઈમાં 14.2 કિલોગ્રામ વાળા રસોઈ ગેસ સિલિંન્ડરની બજાર કિંમત એટલે કે સબસીડી વગરનાં સિલિન્ડરની કિંમત 637 રુપિયા હતી. જે ઘટાડીને 594 રુપિયા થઈ ગઈ હતી.