check your echallan status if you have crossed the red light
અલર્ટ /
વાહનચાલકો ખાસ ધ્યાન આપે! ફટાફટ ચેક કરી લો E-challan સ્ટેટ્સ, નહીંતર જમા થઈ શકે છે તમારું વ્હીકલ
Team VTV03:15 PM, 05 Feb 22
| Updated: 03:27 PM, 05 Feb 22
રોડ પર બાઈક કે કાર ચલાવતા સમયે ટ્રાફિક નિયમ તૂટવા પર તમારૂ વેહિકલ ચલાન કપાઈ જાય છે. જાણો E challanને લગતી જરૂરી માહિતીઓ.
જાણો કે તમારું વેહિકલ ચલાન કપાયું છે કે નહિ?
ઘરે બેસીને ઈ-ચલાન કેમ ભરવું?
જો ઈ-ચલાન ન ભર્યું તો શું થશે?
કેવી રીતે જાણવું ચલાન કપાયું કે નહિ?
સૌથી પહેલા તમે echallan.parivahan.gov.in વેબસાઈટ પર જાઓ.
હવે વેબસાઈટ પર હાજર એક ચલાન સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરો.
તમને સ્ક્રીન પર ચલાન નંબર, વાહન નંબર તથા ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર (DL)નો ઓપ્શન જોવા મળશે.
અહી તમને વાહન નંબરવાળા ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
હવે અહી તમારે પોતાના વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવો પડશે.
ત્યાર બાદ તમારે કેપ્ચા કોડ ભરવો પડશે.
‘Get Detail’ ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
પછી તમને ખ્યાલ આવશે કે તમારું ચલાન કપાયું કે નહિ.
ઘરે બેઠા આ રીતે ભરી શકાય છે ચલાન
ઈ-ચલાન ભરવાના બે રસ્તાઓ છે. તમે ટ્રાફિક પોલીસ પાસે જઈને પણ ઈ-ચલાન ભરી શકો છો કે પછી તમે ઓનલાઈન પણ ઈ-ચલાનનું ભુગતાન કરી શકો છો. જો રેડ-લાઈટ, વધારે સ્પીડ, હેલમેટ ન પહેરવા કે વગર લાઈસન્સે ડ્રાઈવિંગ કરવાને કારણે તમારું ઈ-ચલાન કપાઈ ગયું છે તો તમે તેને આસાનીથી ઓનલાઈન ભરી શકો છો.
Paytm દ્વારા કેમ ભરવું ચલાન
જો તમે Paytm એપ યુઝ કરો છો તો તેના દ્વારા ઈ-ચલાન ભરી શકો છો.
આ માટે સૌથી પહેલા એપ ઓપન કરો.
પછી Recharge & Pay Bills પર ક્લિક કરો.
હવે સ્ક્રોલ ડાઉન કરીને નીચે આવો તથા Challan પર ક્લિક કરો.
પછી Traffic Authority સિલેક્ટ કરો.
અહી આપ Challan Number/Challan ID, વેહિકલ નંબર વગેરે દાખલ કરીને આસાનીથી ચલાનનું ભુગતાન કરી શકો છો.
જો તમે Paytm યુઝ નથી કરતા તો તમે E-Challan – Digital Traffic/Transport Enforcement solution websiteની અધિકારીક વેબસાઈટ પર જઈને પણ ચલાન ભરી શકો છો.
આ માટે તમારી પાસે ચલાન નંબર જેવી ડિટેલ્સ હોવી જોઈએ.
ઈ-ચલાન ભરવા પર શું થશે?
એક કોન્સ્ટેબલ તમારા રજીસ્ટર્ડ એડ્રેસ પર આવશે તથા તમને ચલાન જમા કરવાનું કહેશે. હવે માંની લો, તમે તેને એડ્રેસ પર નથી મળતા અથવા તમારું એડ્રેસ બદલાઈ ગયું છે કે કોઈપણ પ્રકારનું ચલાન જમા ન થઇ શક્યું તો તમારે બીજી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો ચલાનનું ભુગતાન ન કરવામાં આવ્યું તો તમને દોશી માનવામાં આવશે તથા કોર્ટમાં પણ જવું પડી શકે છે.
કોર્ટમાં તમારે કાનૂન તોડવા માટેનું સ્પષ્ટીકરણ આપવું પડશે. જો કોઈ વ્યક્તિ આટલા પર પણ ચલાન નથી ભરતી કે કોર્ટમાં ઉપસ્થિત નથી થતી તો તેનું ન કેવળ લાઈસન્સ કેન્સલ થશે પરંતુ ગાડી પણ સીઝ થઇ શકે છે.