બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો માટે સારા સમાચાર, આ બેંકોમાં FD પર મળશે 9 ટકાથી વધારે વ્યાજ
Last Updated: 01:22 PM, 20 July 2024
FDમાં રોકાણ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે આ ખબર ખૂબ જ કામની છે. હકીકતે હાલના સમયમાં મોટા પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર લેન્ડર બેંકો ઉપરાંત સ્મોલ ફાઈનાન્સ બેંકો પણ પોતાના ગ્રાહકોને FD કરવા પર મોટુ વ્યાજ ઓફર કરી રહી છે. જોકે સ્મોલ ફાઈનાન્સ બેંકમાં રોકાણ કરવા પર રિસ્ક નોર્મલ બેંકોની તુલનામાં થોડુ વધારે રહે છે.
ADVERTISEMENT
સ્મોલ ફાઈનાન્સ બેંક આપે છે વધારે વ્યાજ
ADVERTISEMENT
જ્યારે રિટર્નના મામલામાં સ્મોલ ફાઈનાન્સ બેંક નોર્મલ બેંકોથી ખૂબ જ વધારે વ્યાજ ઓફર કરે છે. હાલના સમયમાં અમુક સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના ગ્રાહકોને FD કરવા પર વધારે 9.60 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહી છે. આવો જાણીએ એવા જ 10 સ્મોલ ફાઈનાન્સ બેંકો વિશે જે પોતાના ગ્રાહકોને FDમાં રોકાણ કરવા પર સૌથી વધારે વ્યાજ ઓફર કરી રહ્યા છે.
અહીં મળી રહ્યા સૌથી વધારે 9.60 ટકા વ્યાજ
સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના ગ્રાહકોને 5 વર્ષની FD પર 9.10 ટકા જ્યારે પોતાના સીનિયર સિટીઝન ગ્રાહકોને 9.60 ટકા સુધી વ્યાજ ઓફર કરી રહ્યું છે. જ્યારે યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 101 દિવસની FD પર 9 ટકા જ્યારે સીનિયર સિટીઝન ગ્રાહકોને 9.50 ટકા વ્યાજ ઓફર કરી રહ્યું છે.
આ ઉપરાંત ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 1000 દિવસની એફડી કરવા પર 8.51 ટકા જ્યારે સીનિયર સિટીઝન ગ્રાહકોનને 9.1 ટકાનું વ્યાજ ઓફર કરી રહ્યું છે. બીજી અને ઈક્વિટમ સ્મોલ ફાઈનાન્સ બેંક 888 દિવસની FD પર પોતાના સામાન્ય ગ્રાહકોને 8.50 ટકા જ્યારે સીનિયર સીટિઝન ગ્રાહકોને 9 ટકાનું વ્યાજ આપી રહ્યા છે.
વધુ વાંચો: સેન્ટ્રલ રેલવેમાં ધો. 10 પાસ માટે નોકરીનો મોકો, છેલ્લી તારીખ પહેલા ફટાફટ કરો અરજી
ત્યાં જ ESAF સ્મોલ ફાઈનાન્સ બેંક પોતાના સામાન્ય ગ્રાહકોને 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછાની FD પર 8.50 ટકા જ્યારે સીનિયર સિટીઝન ગ્રાહકોને 9 ટકાનું વ્યાજ આપી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.