- સિમ કાર્ડ ખરીદતા પહેલા જાણી લો આ વાતો
- 13 વાતોનું ધ્યાન રાખીને ખરીદી લો સિમ કાર્ડ
- રોજિંદા જીવનમાં કામની અને મહત્વની છે આ ટિપ્સ

આ વાતો દરેક મોબાઈલ યૂઝર માટે જાણવી છે જરૂરી
- એવું સિમ કયારેય ન ખરીદો જેનું પેકેટ પહેલેથી ખુલ્લું હોય. આ સિમ પ્રી એક્ટિવેટેડ હોઇ શકે છે. સંપૂર્ણ પેક્ડ સિમ જ ખરીદો. પેકેટ તમારી સામે ખોલાવો.
- નવી સિમ ખરીદ્યા બાદ ટેલીવેરિફિરેશનની પ્રક્રિયા અવશ્ય કરો. જે કંપનીની સિમ છે તેના કસ્ટમર કેર નંબર પર કોલ કરો. તેનાથી ટેલી વેરિફિકેશન થઇ જશે.
- કોઇ વેન્ડર બોલી રહ્યા છે કે ટેલી વેરિફિકેશનની જરૂર નથી તો સમજો કે સિમમાં કંઇક પ્રોબ્લેમ છે અથવા તો તે સિમ પહેલેથી એક્ટિવેટેડ છે.
- મોબાઇલ સિમ હંમેશા ઓથોરાઇઝ્ડ સિમ કાર્ડ પ્રોવાઇડર પાસેથી ખરીદો. દરેક કંપનીના પોતાના અધિકૃત સ્ટોર હોય છે જ્યાં તેમના પરમેનન્ટ એમ્પલોઇ નિયુક્ત હોય છે.

- સિમ ખરીદવા માટે તમે જે ડોક્યૂમેન્ટ આપી રહ્યા છો, તો તેની પર પરમેનન્ટ માર્કરથી સાઇન કરો. ફોટો પર પણ સાઇન કરો. તેનાથી તમારા ડોક્યૂમેન્ટ અન્ય કોઇ જગ્યાએ યૂઝ થવાની શક્યતા ઓછી રહે છે.
- જો કોઇ વેન્ડર તમને રેડીમેડ સિમ (પ્રી એક્ટિવેટેડ) કાર્ડ ઓફર કરે છે તો પણ ન લો. તે સિમ કાર્ડ નકલી હોય છે જે ફેક આઇડેન્ટિફિકેશનથી ચાલૂ કરાય છે. તેનાથી મુશ્કેલી આવી શકે છે.
- જે ડોક્યૂમેન્ટ આપો તેની પર લખો કે એક સિમ તમે લીધી છે. ક્લેરિટી માટે લખો કે આ ડોક્યૂમેન્ટનો યૂઝ અન્ય કોઇ જગ્યાએ થશે તો પોલિસ કાર્યવાહી કરાશે.
- ડોક્યૂમેન્ટ પર તારીખ લખો. ડોક્યૂમેન્ટની કોપી ફોટોકોપી દુકાન પર ન રાખો. અનેક વાર ફોટોકોપીની ક્વોલિટી સારી ન હોવાથી લોકો તેને દુકાને જ છોડી દેતા હોય છે.
- JIO સિમ ખરીદવા જઇ રહ્યા છો તો વારેઘડી થમ્બ ઇમ્પ્રેશન કરવાની ભૂલ ન કરો. ફક્ત એક જ વાર થમ્બ ઇમ્પ્રેશન આપો.
- કોઇ વેન્ડર વારેઘડી થમ્બ ઇમ્પ્રેશન માંગે તો ધ્યાન રાખો કે તે શું કરી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચ આ પ્રકારના દગા પકડી ચૂકી છે જેમાં એક વ્યક્તિથી વારેઘડી થમ્બ ઇમ્પ્રેશન લઇને અન્યના નામે સિમ એક્ટિવેટ કરાઇ હોય.
- સિમ ખરીદતી સમયે પોતાના ડોક્યૂમેન્ટ અને ફોટો કોઇ અજાણી વ્યક્તિ પાસે ન રાખો. મિનિટોમાં ફોટો અને ડોક્યૂમેન્ટ સ્કેન કરી શકાય છે.
- પોતાના દસ્તાવેજ પર કોઇ પણ અન્ય વ્યક્તિને સિમ એક્ટિવેટ ન કરવા દો. તેનાથી સંબંધિત વ્યક્તિના ક્રિમિનલ એક્ટિવિટીમાં તમે ફસાઇ શકો છો.
- તમે ડોક્યૂમેન્ટ્સ આપી દીધા હોય અને સિમ એક્ટિવેટ ન કરાઇ રહી હોય તો અન્ય જગ્યાએ સિમ ખરીદવા ન જાઓ. જે વેન્ડર પાસેથી ડોક્યૂમેન્ટ્સ લીધા છે પહેલાં તેની જાણકારી લો. જરૂરી હોય તો પોલિસ કમ્પલેન કરો.