Video / રાજકોટમાં ખાનગી કોવીડ હોસ્પિટલોની દાદાગીરી, બેડ ખાલી હોવા છતાં દર્દીઓને નથી કરાઈ રહ્યા દાખલ

રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલોની દાદાગીરી સામે આવી છે. ખાનગી હોસ્પિટલોએ આપદાને અવસરમાં ફેરવી દીધો છે. મહામારીને કમાણીનું સાધન બનાવી દીધું છે. તંત્રએ ખાનગી હોસ્પિટલો સાથે ટાઇઅપ કર્યા છતાં ખાનગી હોસ્પિટલો દાદાગીરી કરી રહી છે. બેડ ખાલી હોવા છતાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યાં નથી. આજની સ્થિતિએ સરકારી-ખાનગી હોસ્પિટલમાં 737 બેડ ખાલી છે. 737 બેડ ખાલી છતાં ફોન પર બેડ ખાલી ન હોવાનું રટણ કરી રહ્યાં છે. દર્દીઓને ફોન પર બેડ ખાલી ન હોવાના જવાબ મળી રહ્યાં છે. માત્ર ઓળખાણવાળા-VVIP લોકોને જ બેડ મળે છે. ખાનગી હોસ્પિટલોના જવાબોથી શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરની હોસ્પિટલોમાં બેડ ખાલી ન હોવાનો માહોલ બન્યો છે. તો કેટલીક હોસ્પિટલો વધુ નાણાનો તોડ કરી રહી છે. તંત્રને પણ ખાનગી હોસ્પિટલો સામે ફરિયાદો મળી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ