બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી, યુવકને લાગ્યો 20 લાખ રૂપિયાનો ચૂનો

સાયબર ક્રાઇમ / ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી, યુવકને લાગ્યો 20 લાખ રૂપિયાનો ચૂનો

Last Updated: 10:21 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જલ્દી જલ્દી અને મહેનત વગર પૈસા કમાવાની લાલચે અનેક લોકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે. આવો જ એક કિસ્સો દિલ્લીથી સામે આવ્યો છે. જેમાં સ્કેમર્સે આવા એક વ્યક્તિ પાસેથી 20.54 લાખની ઠગાઇ કરી છે.

સાયબર ક્રિમીનલ લોકોને છેતરવાના વિવિધ પેતરા લાવી રહ્યા છે. આવા જ એક નવા પેતરાથી દિલ્લીના NCR વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને છેતરવામાં આવ્યો છે. જેમાં તેની સાથે 20 લાખની છેતરપિંડી થઈ છે.

NCRના ગ્રેટર નોઈડાના વ્યક્તિ સાથે ઓનલાઇન ઠગાઈ થતા તેને આ મામલે સાયબર વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ આ વ્યક્તિ સાથે ઠગાઈની શરૂઆત આ વર્ષના જાન્યુઆરી માસમાં થઈ હતી. જેમાં થોડા થોડા કરીને આરોપીઓએ 20.54 લાખ રૂપિયા પડાવ્યા હતા.

1200_628 Ad 2

ફરિયાદ મુજબ, પીડિતને સૌ પ્રથમ WhatsApp પર અનનોન નંબર પરથી વર્ક ફ્રોમ હોમનો મેસેજ આવ્યો હતો. જેમાં ઘરે બેઠા બેઠા હોટેલ્સને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. પીડિતે જ્યારે સહમતી દર્શાવી તો તેને એક ટેલીગ્રામ ચેનલમાં એડ કરવામાં આવ્યો જ્યાં 100 જેટલા સભ્યો હતા. જેમાં તેમને google map પર રેટિંગનું કામ શરૂ કર્યું હતું.

આરોપ મુજબ, આ રેટિંગના કામ બાદ તેમને બીજી એક કામની ઓફર આપવામાં આવી હતી. જેમાં પૈસા રોકવાનું કહેવામાં આવ્યું. વ્યક્તિએ 50 હજાર રૂપિયા રોક્યા, પણ તે આ પૈસા વિડ્રો ના કરી શકાયા આથી આરોપીએ આ પૈસા ઉપાડવા બીજા 5 લાખ ઈન્વેસ્ટ કરવાનું કહ્યું, પીડિતે બીજા પાંચ લાખ આપ્યા. આમ કરીને 20.54 લાખ રૂપિયા રોક્યા હતા. પરંતુ આરોપી દ્વારા બીજા પૈસાની પણ માંગ કરવામાં આવતા તેને ખબર પડી કે તેની સાથે ઠગાઈ થઈ રહી છે.

વધુ વાંચોઃ સરોગેસીથી બાળકો પેદા કરનાર મહિલાઓને મળશે આ મોટો લાભ, કેન્દ્રનું એલાન

પીડિતે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, આરોપીઓથી તેને જીવનો પણ ખતરો છે. તેને આ ઠગો દ્વારા ફોન કોલ્સ પણ આવે છે જેમાં તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સાથે તેનું એકાઉન્ટ ફ્રીઝ કરવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. આથી પોલીસે ફરિયાદ નોંધીને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Crime Digital Transaction Online Fraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ