પોતાની કાર હોવી તે દરેકનું સપનુ હોય છે અને પોતાની બીજી કાર હોવી તેમાં પણ સનરુફની સુવિધા હોય તો પ્રવાસની મજા જ કંઇક અલગ થઇ જાય છે. આજના સમયમાં દરેક લોકો ઇચ્છે છે કે તેમની કારમાં સનરૂફ હોય. સનરૂફ હવે એક એવુ ફીચર બની ગયુ છે કે જે માત્ર લગ્ઝરી કારનો ઇજારો નથી. કંપનીઓએ મિડ સેગ્મેન્ટની કારમાં પણ આ સુવિધા શરૂ કરી દીધી છે.
સનરૂફવાળી સસ્તી કાર
સનરૂફવાળી કારમાં પ્રવાસની મજા વધી જાય
તમારા બજેટને અનૂરુપ છે આ કાર
Tata Nexon
ઓછી કિંમતમાં સનરૂફ આપનાર સૌથી સસ્તી કાર ટાટા મોટર્સની નેક્સૉન છે. સનરૂફ સિવાય આ કાર બેસ્ટ ઇન કાર ફીચર્સથી લેસ છે. ટાટા નેક્સૉનના સનરૂફ ટ્રિમ વેરિએન્ટની કિંમત 8.36 લાખ રૂપિયાથી શરૂ થાય છે,
Honda Jazz
આ લિસ્ટમાં બીજા નંબર પર Honda Jazz છે,. આ કારમાં પણ સનરૂફની સુવિધા મળે છે, આ કારના ZX અને ZX CVT વેરિએન્ટમાં સનરૂફની સુવિધા મળે છે. આ વેરિએન્ટની કિંમત 8.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Honda WR-V
હોન્ડા સિટીના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી આ Honda WR-V પ્રિમીયમ એસયુવી ક્રોસ ઓવરમાં પણ સનરૂફ છે. સનરૂફ સિવાય આ કારમાં ઘણા સારા ફીચર્સ છે. ગ્રાહકોને આ કાર પેટ્રોલ અને ડિઝલ બંને વેરિએન્ટમાં મળે છે. જેની શરૂઆતી કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
હ્યુન્ડાઇ વેન્યૂ
હ્યુન્ડાઇની કોમ્પેક્ટ એસયુવી વેન્યુમાં પણ સનરૂફ ફીચર છે. જેને લઇને ગ્રાહકોને જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. હ્યુન્ડાઇની આ કાર 9.84 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જેમાં સ્મૉર્ટ ઇલેક્ટ્રીક સનરૂફના એડવાન્સ ફીચર મળે છે.
કિયા સૉનેટ
કિયા સૉનેટને હવે કોઇ પણ પ્રકારની ઓળખાણની જરૂર નથી. આ કારમાં 1.5 CRDi ડિઝલ એન્જીન આપવામાં આવ્યું છે. જો કે 6 સ્પીન મેન્યુઅલ ટ્રાંસમિશન આવે છે. સોનેટના સનરૂફ મૉડલની શરૂઆતી કિંમત 9.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.