છત્તિસગઢમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા વચ્ચે મુખ્યમંત્રી ભુપેશ બધેલ સોનિયા ગાંધીને મળવા તેમના આવાસ સ્થાને ગયા હતા. પરંતુ ત્યા તેમણે પ્રિયંકા ગાંધી સાતે મુલાકાત લીધી હતી.
સોનિયા ગાંધીના બદલે પ્રિયંકા ગાંધી સાથે લીધી મુલાકાત
હાલ છત્તીસગઢનાં નેતૃત્વ પરિવર્તનની કોઈ જરૂર નથી
છત્તીસગઢમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાએ હાલમાં જોર પક્ડયું છે. ત્યારે આ ચર્ચા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેશ બધેલ સોનિયા ગાંધી સાથે મુલાકાત લેવા માટે તેમના આવાસ સ્થાને પહોચ્યા હતા. પરંતુ તેમની સોનિયા ગાંધી સાથે મુલાકાત ન થઈ શકી. જોકે મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આ મામલે કહ્યુ કે તેમની પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત થઈ હતી.
High Command instructed me to take oath, so I took the oath. When they'll say someone else will be CM, then it'll be so. Such agreements happen in coalition govts. Congress has a three-fourth majority in Chhattisgarh: Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/3qqRL2qaIy
તેમણે મુખ્યમંત્રી બદલવાની વાતને લઈને કહ્યું કે છત્તિસગઢમાં કોંગ્રેસ પાસે 75 ટકા કરતા વધારે બહુમત છે. સાથેજ ત્યા ગઠબંધનની સરકાર પણ નથી. જેથી તેમણે કહ્યું જ્યારે હાઈ કમાન્ડના બીજા મુખ્યમંત્રીને લઈને આદેશ આપવામાં આવશે. ત્યારે તેઓ તેમનું પદ છોડી દેશે.
સોનીયા ગાંધીના બદલે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત
હાલ ભૂપેશ બધેલે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી છે. અને હવે તેઓ પ્રભારી પીએસ પુનિયા અને વેણુગોપાલ સાથે મુલાકાત કરવાના છે. સમગ્ર મામલે ભૂપેશ બધેલે એવું કહ્યું કે હાઈકમાન્ડે આદેશ આપ્યા છે. જેથી તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જેથી હાઈ કમાન્ડ ઈચ્છશે કે બીજો મુખ્યમંત્રી જોઈએ છે તો તેવું પણ થઈ શકે છે.
નેતૃત્વ પરિવર્તનની કોઈ જરૂર નથી
ઉલ્લેખનીય છે કે કોગ્રેસ પાસે છત્તીસગઢમાં ભારે માત્રામાં બહુમત છે. ત્યા 75 ટકા કરતા વધારે બહુમત કોંગ્રેસ પાસે છે ઉપરાંત છત્તીસગઢમાં ગઠબંધનની સરકાર નથી ત્યા કોંગ્રેસનીજ સરકાર છે. જેથી સમગ્ર મામલે કોંગ્રેસનું કહેવું છે કે હાલ નેતૃત્વ પરિવર્તનની કોઈ જરૂર નથી. જ્યારે જરૂર હશે ત્યારે તેઓ ફેરબદલી કરશે.