કોરોના વાયરસના સંક્રમણ ને રાકવા માટે ભારતમાં હાલ 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘરમાં કેદ થઈ ગયા છે. ત્યારે સેલિબ્રિટી હોય કે સામાન્ય જનતા બધાં પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. આ બધાંની વચ્ચે હાલમાં જ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ સુષ્મિતા સેનનો ભાઈ અને ટીવી એક્ટર રાજીવ સેન અને તેની પત્ની ચારુ અસોપાએ સોશિયલ મીડિયા પર કેટલીક ઈન્ટીમેટ તસવીરો શેર કરી છે. જેમાં તેમણે તેમના અંગત પળો શેર કરવું ભારે પડી રહ્યું છે. આવી તસવીરો શેર કરવા બદલ તેમણે ખૂબ જ ટ્રોલ કરવામાંઆવી રહ્યાં છે.
લોકડાઉનમાં ભાન ભૂલ્યા સુષ્મિતાના ભાઈ-ભાભી
સોશિયલ મીડિયા પર શેર કરી ઈન્ટીમેટ તસવીરો
ફેન્સ ભડક્યાં અને કહ્યું બેડરૂમની જાણકારી અહીં ના આપો
તસવીરોમાં રાજીવ સેન શર્ટલેસ છે જ્યારે તેની પત્ની ચારુ નાઈટ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ બંને એકબીજાને કિસ કરી રહ્યાં છે અને ઈન્ટીમેટ થતા જોવા મળી રહ્યાં છે.
ચારુ-રાજીવે આ તસવીરોને શેર કરતા લખ્યું- ઘરે જ રહો અને પ્રેમ કરો. આવી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ તેમને ફેન્સ ખૂબ જ ટ્રોલ કરી રહ્યાં છે અને કમેન્ટ્સ પણ કરી રહ્યાં છે.