VTV IMPACT / અમદાવાદના જગન્નાથ મંદિર જમીન વિવાદ મામલે ચેરિટી કમિશનરે આપ્યો મહત્વનો ચુકાદો

અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિર જમીન વિવાદ મામલે ચેરિટી કમિશનરે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રસ્ટ દ્વારા વેચાયેલી જમીન પાછી લેવા માટે ઓર્ડર કરવામાં આવી છે. ચેરિટી કમિશનરે કહ્યું કે કાયમી ભાડા કરારના નામે જમીન વેચી ન શકાય. બહેરામપુરા ટીપી 138ની જમીન પરત લેવા આદેશ કરવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓને ચેરિટી કમિશનર દંડ ફટકારશે. મંદિરના ટ્રસ્ટીઓએ ઉસ્માન ઘાંચીને 800 કરોડમાં જમીન વેચી હતી. જે મામલે હવે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને દિલીપ દાસજીને દંડ થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ