બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:33 AM, 14 June 2025
ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. માત્ર ૪૨ દિવસમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ યાત્રામાં બાબા કેદારના દર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ ૩૦ એપ્રિલથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં ૨૮ લાખ ૩૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે.
ADVERTISEMENT
વિકટ હવામાનની સમસ્યા અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ છતાં કેદારનાથ ધામની યાત્રામાં આસ્થાનો દરિયો છલકાઇ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર પણ યાત્રાળુઓને દરેક સુવિધા પૂરી પાડવા માટે પ્રયાસ કરાઇ રહ્યા છે.
કેદારનાથ ધામ
ADVERTISEMENT
કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 10,18,540 ભક્તોએ બાબા કેદારના આશીર્વાદ લીધા છે, જ્યારે 13 જૂનના રોજ એક જ દિવસમાં 24,509 ભક્તોએ ભગવાન કેદારનાથના દર્શન કર્યા હતા.
યમુનોત્રી ધામ
ADVERTISEMENT
ચાર ધામ યાત્રા યમુનોત્રી ધામથી શરૂ થાય છે. 30 એપ્રિલે ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ, યમુનોત્રી ધામની મુલાકાત લેનારા ભક્તોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં 4,60,335 ભક્તોએ મા યમુનોત્રી ધામની મુલાકાત લીધી છે. 13 જૂને એક જ દિવસમાં 10,840 ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી.
ગંગોત્રી ધામ
ADVERTISEMENT
ચાર ધામ યાત્રાનો બીજો પડાવ ગંગોત્રી ધામ છે. મોટી સંખ્યામાં ભક્તો ગંગોત્રી ધામ પણ પહોંચી રહ્યા છે. ૩૦ એપ્રિલથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં ૪,૬૩,૩૩૨ ભક્તો ગંગોત્રી ધામ પહોંચ્યા છે. ૧૩ જૂને ૧૧,૯૨૩ ભક્તોએ મા ગંગાના દર્શન કર્યા હતા.
બદ્રીનાથ ધામ
ADVERTISEMENT
ચાર ધામ યાત્રાનો છેલ્લો પડાવ બદ્રીનાથ ધામની મુલાકાત છે. અત્યાર સુધીમાં 7,90,913 ભક્તોએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી છે, જ્યારે 13 જૂને 19,544 ભક્તોએ ભગવાન બદ્રીવિશાલના દર્શન કર્યા હતા.
આ પણ વાંચોઃ છત પર થઇ રહ્યા હતા લગ્ન, ત્યારે અચાનક જ બધા જાનૈયાઓ કડડભૂસ થઈને પડ્યા નીચે
ADVERTISEMENT
હેમકુંડ સાહિબ
શીખોના પવિત્ર તીર્થસ્થળ શ્રી હેમકુંડ સાહિબના દરવાજા 25 મેના રોજ ખોલવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 1,01,838 ભક્તોએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા છે. 13 જૂનના રોજ 6,178 ભક્તોએ હેમકુંડ સાહિબના દર્શન કર્યા હતા.
13 જૂનના રોજ કુલ 72,994 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા કરી હતી. અત્યાર સુધીમાં કુલ 28,35,958 શ્રદ્ધાળુઓએ ચારધામ યાત્રા કરી છે. આમાં હેમકુંડ સાહિબના દર્શન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા પણ શામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.