બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ફરીવાર બેટ દ્વારકાના દરિયાકાંઠેથી મળી આવ્યું બિનવારસી ચરસ, કિંમત લાખોમાં, સર્ચ ઓપરેશન શરૂ

કાર્યવાહી / ફરીવાર બેટ દ્વારકાના દરિયાકાંઠેથી મળી આવ્યું બિનવારસી ચરસ, કિંમત લાખોમાં, સર્ચ ઓપરેશન શરૂ

Last Updated: 09:26 AM, 17 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકા જીલ્લામાં ફરી એક વાર ચરસ ઝડપાયું છે. બેટ દ્વારકાનાં પૂર્વ કાંઠા વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવ્યું હતું.

દ્વારકા જીલ્લામાં ફરી એકવાર ચરસ ઝડપાયું હતું. બેટ દ્વારકાનાં પૂર્વ કાંઠા વિસ્તારમાંથી બિનવારસી ચરસ મળી આવ્યું હતું. દરિયાકાંઠેથી ચરસનાં 2 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. અંદાજે 93 લાખની રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.

અગાઉ વલસાડમાંથી પણ ડ્રગ્સ ઝડપાયું હતું

વલસાડ જીલ્લાનાં દરિયા કિનારે ફરી નશીલો પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું હતું. તીથલ બીચનાં દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી હતી. એક કિલો સો ગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો યથાવત છે. વલસાડ પોલીસે દરિયા કિનારે તપાસ શરૂ કરી હતી.

નવસારીમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો

અગાઉ નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર પણ ડ્રગ્સનો જથ્થો મળી આવતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. આશરે 50 પેકેટ ડ્ર્ગ્સના મળી આવ્યાં છે. એક પેકેટમાં 1180 ગ્રામ જેટલો જથ્થો મળી કુલ આવા 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.સુરત અને વલસાડ બાદ નવસારી જિલ્લાના દરિયા કિનારે નધણીયાતી હાલતમાં ડ્રગ્સ મળી આવવાની ઘટનાને પગલે જિલ્લા તંત્ર દોડતું થઈ ગયું હતુ. તેમજ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પણ દક્ષિણ ગુજરાતના ડ્રગ્સ ની તપાસમાં જોતરાઈ ગઈ છે. 60 કિલો જેની કીંમત 30 કરોડ 7 લાખનું ડ્રગ્સ પકડાયું હતું. ડ્રગ્સ મળવું અને એ પણ બિનવારસી હાલતમાં જે મોટા રેકેટની શંકા જન્માવે છે.

નવસારીમાંથી 30 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું

નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત 30 કરોડ જેટલું મોટું ડ્રગ્સ નું રેકેટ નવસારી જિલ્લા પોલીસના હાથે લાગ્યું હતું.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચાંગલી ફળિયા ના દરિયા કિનારે 50 પેકેટ જેનું વજન કિલોગ્રામ અસિસ નામનું નાર્કોટિક ડ્રગ્સ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું છે પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન મળી આવતા ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

વધુ વાંચોઃ ગુજરાતમાં ફરી હળવાથી મધ્યમ વરસાદનો વરતારો, જુઓ આજે કયા-કયા જિલ્લાઓમાં મેઘરાજા ત્રાટકશે

ડ્રગ્સ ઈરાન અથવા અફઘાનિસ્તાનથી આવ્યું હોવાનું પ્રાથમિક તારણ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાકિનારે બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળી આવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ડ્રગ્સ મળવાની ઘટનાને પગલે ગુજરાત હવે સમગ્ર દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યું છે. ગુજરાતના દરિયાકિનારે વારંવાર મળી રહેલા બિનવારસી ડ્રગ્સને પગલે વિવિધ આશંકાઓ પ્રવર્તી રહી છે. વલસાડ અને નવસારીના મળેલા ડ્રગ્સ ના જથ્થામાં સામ્યતા હોવાનું અને ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આવ્યું હોવાનું પ્રાથમિક તારણ જિલ્લા પોલીસ કરી રહી હાઈલી પ્યોરીફાઈડ ફોર્મમાં મળેલું ડ્રગ્સ હજુ લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેની સાંદ્રતા માપવાની પોલીસે કામગીરી શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Unheralded Charas Dwarka News Bet Dwarka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ