બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ફૂટબોલની મેચમાં અફરાતફરી, મરી ગયા 100થી વધુ લોકો, કેમ મેદાન બન્યું ખૂની અખાડો?

ગિની / ફૂટબોલની મેચમાં અફરાતફરી, મરી ગયા 100થી વધુ લોકો, કેમ મેદાન બન્યું ખૂની અખાડો?

Last Updated: 11:01 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક મીડિયા ચેનલ સાથે વાત કરતા એક ડોક્ટરે કહ્યું, "હોસ્પિટલમાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી મૃતદેહોના ઢગલા છે. હોલમાં ઘણા મૃતદેહો પડ્યા છે અને સ્થિતિ એવી છે કે શબઘર ભરાઈ ગયું છે.

ગિનીમાં રવિવારે રમાયેલી ફૂટબોલ મેચમાં 100થી વધુ લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. N'Zérékor, ગિનીમાં રમાયેલી મેચ હિંસક બની ગઈ જ્યારે ચાહકોએ રેફરી દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર વિવાદ કર્યો. રિપોર્ટ અનુસાર, એક ડોક્ટરે કહ્યું કે ડઝનેક લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ડોક્ટરે દાવો કર્યો છે કે 100થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જાહેર સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. ગિનીમાં ફાટી નીકળેલી હિંસાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્થાનિક મીડિયા ચેનલ સાથે વાત કરતા એક ડોક્ટરે કહ્યું, "હોસ્પિટલમાં જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી મૃતદેહોના ઢગલા છે. હોલમાં ઘણા મૃતદેહો પડ્યા છે અને સ્થિતિ એવી છે કે શબઘર ભરાઈ ગયું છે." અપડેટ આપતાં ડોક્ટરોએ કહ્યું કે લગભગ 100 લોકોનાં મોત થયાં છે અને ખેતરમાં પણ ઘણા મૃતદેહો જોવા મળ્યા છે. સ્થિતિ એવી હતી કે પોલીસ સ્ટેશનને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

શા માટે હોબાળો થયો?

પબ્લિક લીડર મામાડી ડુમ્બોયાના માનમાં ગિનીમાં એક ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, , જે ગિનીના વચગાળાના પ્રમુખ પણ છે. વાસ્તવમાં, આ આખો મામલો ત્યાંથી શરૂ થયો જ્યારે રેફરીના નિર્ણયના વિરોધમાં પ્રશંસકો મેદાનમાં આવ્યા. મામાડી ડુમ્બોયા આગામી પ્રમુખપદની ચૂંટણી લડવાના છે અને ચૂંટણી નજીક આવતા ગિનીમાં આવી ટુર્નામેન્ટ્સ વારંવાર યોજવામાં આવે છે. જયાં હિંસા ફાટી નીકળી તે N'Zorekor નામનું શહેર, છે જ્યાં વસ્તી લગભગ 2.2 લાખ છે.

આ પણ વાંચોઃ Maryam Faisal Video: પાકમાં ફરી MMS કાંડ! ટિકટોકરનો પ્રાઈવેટ વીડિયો થયો લીક, મચ્યો હડકંપ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Referee Decision Football Violence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ