બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ઘરેથી બહાર નીકળતી વખતે આ મંત્રનો કરો જાપ, દરેક કામ સફળ રહેશે તેની ગેરંટી

માન્યતા / ઘરેથી બહાર નીકળતી વખતે આ મંત્રનો કરો જાપ, દરેક કામ સફળ રહેશે તેની ગેરંટી

Last Updated: 09:54 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, અમુક મંત્રમાં એવી શક્તિઓ હોય છે જેનાથી તમારા કામમાં સફળતા મળે છે. જેમાં એક મંત્ર એવો છે જેને ઘરની બહાર નીકળતી વખતે જાપ કરવામાં આવે તો તમારુ કામ પાર પડી જાય છે.

હિન્દુ ધર્મમાં મંત્રોનું આગવુ મહત્વ છે. એવી માન્યતા છે કે, મંત્રોમાં અપાર શક્તિ હોય છે જે આપણા જીવન પર સકારાત્મક અસર કરે છે. રોજિંદા જીવનમાં સફળતા અને સુખાકારી માટે શાસ્ત્રોમાં અનેક મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક એવો મંત્ર છે જેનો જાપ ઘરની બહાર નીકળતી વખતે કરવામાં આવે તો તે તમારું નસીબ બદલાઈ શકે છે અને તમારી યાત્રા સફળ બનાવી શકે છે.  આ મંત્રનો જાપ મુસાફરી કરતી વખતે જ નહીં, પણ કોઈપણ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળતી વખતે પણ કરી શકાય છે. આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

  • મંત્ર: "ઓમ ગચ્છ ગચ્છ સ્વાહા"

અર્થ: આ એક સરળ મંત્ર છે જેનો અર્થ થાય છે "જાઓ અને સફળ થાઓ." આ મંત્રને આત્મવિશ્વાસ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

  • મંત્ર જાપ કરવાની વિધિ

સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરવા. અને ઘર છોડતા પહેલા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને ઊભા રહેવું. આ મંત્રનો જાપ પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી હાથ જોડીને 11 વાર કે 21 વાર કરવો. જાપ કર્યા બાદ તમારા મનગમતા દેવતાનું સ્મરણ કરો અને તમારી યાત્રા અથવા કાર્યની સફળતા માટે પ્રાર્થના કરવી.

  • મંત્રનો ફાયદો
  1. આ મંત્ર તમારી યાત્રાને સુરક્ષિત અને સફળ બનાવે છે
  2. કામમાં આવતા અવરોધોને દૂર કરે છે
  3. આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધારે છે.
  4. નકારાત્મક ઉર્જા દૂર કરે છે
  5. આનાથી ભાગ્ય પ્રબળ બને છે

વધુ વાંચો : મૌની અમાસ પર અદભૂત સંયોગ! કાર્લસર્પ દોષથી છુટકારો મેળવવા કરો આ 5 કામ, સંઘર્ષ ખતમ

  • અન્ય સુજાવ
  1. મંત્રનો જાપ કરતી વખતે મનને શાંત અને એકાગ્ર રાખો
  2. મંત્ર પર પૂર્ણ શ્રદ્ધા રાખો
  3. આ મંત્રની સાથે પોતાના કર્મ પર પણ ધ્યાન આપો. ફક્ત મંત્રોના જાપથી બધું નથી થઈ જતું, પ્રયાસ પણ જરૂરી છે.
  4. આ મંત્ર એક સરળ અને અસરકારક ઉપાય છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરો અને તેના લાભોને અનુભવ કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Hindu Dharma Mantra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ