જો તમે તમારું ઘર બદલી રહ્યા છો તો આ સ્થિતિમાં હવે તમારા માટે તમારું LPG Gas connection પણ ટ્રાન્સફર કરવાનું ખૂબ જ સરળ બની ચૂક્યું છે. નાની અને સરળ પ્રક્રિયાની મદદથી તમે આ કામ ઝડપથી કરી શકો છો. તો જાણી લો આ માટેની પ્રોસેસ.
ઘર બદલતાની સાથે આ કામ પણ થશે સરળ
જાણો LPG Gas connection ટ્રાન્સફરની પ્રક્રિયા
ફક્ત આટલું કામ કરવાનું રહેશે
પહેલાં તો એક સમય હતો જ્યારે કલાકોની લાઈનમાં ઊભા રહીને તમારે સિલિન્ડરનું બુકિંગ કરાવવું પડતું હતું, હવે ફક્ત 1 મિસ્ડ કોલની મદદથી તમે ગેસ સિલિન્ડર સરળતાથી બુક કરાવી શકો છો. કેટલાક ડોક્યુમેન્ટ્સ લઈને તમે નજીકના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાઓ તો તમે નવું કનેક્શન પણ સરળતાથી મેળવી શકો છો. આ સિવાય તમે લોકેશન ચેન્જ કરો છો તો તે સ્થિતિમાં તમારે કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે પણ આજે જાણો.
નવા કનેક્શન માટે આ ડોક્યુમેન્ટ્સને રાખો સાથે
નવા કનેક્શન માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને શક્યતાઓ છે. નવા કનેક્શનમાં 2 ગેસ સિલિન્ડર અને એક રેગ્યુલેટર મળે છે. હિંદુસ્તાન પેટ્રોલિયમની સાઈટ પરની જાણકારી અનુસાર આ માટે 2 સિલિન્ડરની કિંમત 2900 રૂપિયા છે અને 1 રેગ્યુલેટરની કિંમત 150 રૂપિયા છે. રબરની જે કિંમત છે તે અલગથી આપવાની રહે છે. આ માટે રાશનકાર્ડ, લાઈટબિલ, લેન્ડલાઈન બિલ કે ફોનબિલ, પાસપોર્ટ, મતદાન કાર્ડ અને એડ્રેસ પ્રૂફ જરૂરી રહે છે.
એક જ શહેરમાં લોકેશન ચેન્જ કરવા માટે
જો તમે તમારું લોકેશન ચેન્જ કરી રહ્યા છો તો તમારા માટે કામ સરળ બન્યું છે. એક જ શહેરમાં લોકેશન બદલતી સમયે તમારા વર્તમાન ડિસ્ટ્રીબ્યુટર ઈ કસ્ટમર ટ્રાન્સફર એડવાઈસ જાહેર કરશે. આ ઈશ્યૂ ડેટથી 3 મહિના સુધી વેલિડ રહેશે. તેના આધારે નવું લોકેશનનું ડિસ્ટ્રીબ્યુટર તમારા નામ તેના લિસ્ટમાં સામેલ કરી લેશે અને તમને નવા ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટરની ખરીદીની જરૂર પડશે નહીં.
એક શહેરથી અન્ય શહેરમાં ટ્રાન્સફર થઈ રહ્યા છો તો કરો આ કામ
જો તમે શહેર બદલીને અન્ય શહેરમાં ટ્રાન્સફર થઈ રહ્યા છો તો હાલના ડિસ્ટ્રીબ્યુટર ટર્મિનેશન વાઉચર આપે છે. જો કસ્ટમર સિલિન્ડર જમા કરે છે તો તેને સબ્સ્ક્રિપ્શન વાઉચર પર લખેલા રૂપિયાનું રિફંડ મળે છે. તેણે પોતાના ડોમેસ્ટિક ગેસ કન્ઝ્યુમર કાર્ડ સબમિટ કરવાનું હોતું નથી. તે આ કાર્ડના આધારે નવા શહેરમાં નવું કનેક્શન લઈ શકે છે.